Home /News /entertainment /ફેબ્રુઆરી મહિનામાં OTT પર રિલીઝ થવા જઈ રહી છે આ 5 બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ
ફેબ્રુઆરી મહિનામાં OTT પર રિલીઝ થવા જઈ રહી છે આ 5 બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ
5 બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ
Web series and films releasing this week: બોલીવુડે 2023માં શાનદાર શરૂઆત કરી છે. હવે ફેબ્રુઆરી મહિનામાં OTT પર નવી રિલીઝનો ધમધમાટ જોવા મળવાનો છે. આજે તમારા માટે લાવ્યા છીએ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝની સંપૂર્ણ યાદી...
નવી દિલ્હી: 2023નો પહેલો મહિનો બોલિવૂડ માટે જબરદસ્ત સાબિત થયો છે. 25 જાન્યુઆરીએ ‘પઠાણ’ની વિશ્વવ્યાપી રિલીઝ સાથે, માત્ર શાહરૂખ ખાને જ નહીં પરંતુ બોલિવૂડે પર ધમાકેદાર વાપસી કરી છે. ‘પઠાણ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ‘પઠાણ’નો ક્રેઝ જોઈને લાગે છે કે આ ફિલ્મની ગતિ અટકવાની નથી.
હવે આ વર્ષનો નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેની સાથે ઘણી નવી ફિલ્મો પણ રિલીઝ માટે તૈયાર છે. કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ‘શહેજાદા’ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેની સાથે સાથે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો પણ નવા મહિનાના પ્રથમ સપ્તાહમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તો ચાલો જોઈએ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝની સંપૂર્ણ યાદી...
હોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘બ્લેક પેન્થર’ની સિક્વલ ફિલ્મ ‘બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર’ 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ OTT પર દસ્તક આપવા જઈ રહી છે. ‘બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર’ 1 ફેબ્રુઆરીથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
‘ક્લાસ’ ( Class-3):
વેબ સિરીઝ ‘ક્લાસ’ નેટફ્લિક્સ પર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝ 3 મધ્યમ વર્ગના બાળકોના જીવનની આસપાસ ફરે છે.
‘યુ’(U):
Netflixની લોકપ્રિય થ્રિલર વેબ સિરીઝ 'U'ની ચોથી સિઝન રિલીઝ થવા જઈ રહી છે. દર્શકોના સસ્પેન્સને જાળવી રાખવા માટે, આ સિરીઝની આ ચોથી સિઝન 2 ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 9 ફેબ્રુઆરી અને બીજો 9 માર્ચે આવશે.
‘ફર્જી’ (farzi):
શાહિદ કપૂર ક્રાઈમ-થ્રિલર સીરિઝ ‘ફર્ઝી’થી OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં શાહિદ સાથે વિજય સેતુપતિ, રાશિ ખન્ના અને કેકે મેનન જોવા મળશે. આ વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
‘યોર પ્લેસ ઓર માઈન’ (Your Place or Mine):
‘યોર પ્લેસ ઓર માઈન’ લાંબા અંતરના બે પ્રેમીઓની વાર્તા છે. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ નેટફ્લિક્સ પર 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર