મુંબઈ : આમિર ખાને (Aamir Khan)હાલમાં પોતાના સૌથી મોટી પ્રશંસકોમાંથી એક રુહી દોસાનીને (Ruhee Dosani)પોતાના ઘરે બૈશાખી ( baisakhi)સેલિબ્રેટ કરવા માટે પરિવાર સાથે આમંત્રિત કરીને બધાને ચોંકાવી દીધા હતા. રુહીના પણ સોશિયલ મીડિયા પર ઘણા ફેન ફોલોઇંગ છે. તે આમિર ખાનની સૌથી મોટી પ્રશંસક છે. હાલમાં રુહીનું સપનું પુરુ થયું છે. જ્યારે આમિરે તેને ફેમિલી સાથે પોતાને ઘરે આવવા આમંત્રણ પાઠવ્યું હતું. આ દરમિયાન આમિરે તેમની સાથે ઘણી મસ્તી કરી હતી અને તહેવારને એન્જોય પણ કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રુહી નવા વર્ષની શરુઆતની ઉજવણી કરવા અને બૈશાખી સેલિબ્રેટ કરવા માટે કેનેડાથી ભારત આવી હતી. આ દરમિયાન તેણે આમિર ખાનને આણંત્રણ આપ્યું હતું અને પૂછ્યું હતું કે શું અમારી સાથે તહેવાર મનાવશે? રુહીને આશા હતી કે આમિર તેમની ઇચ્છા અવશ્ય પુરી કરશે. જોકે તેણે એ વિચાર કર્યો ન હતો કે તેને તેમની ફેમિલી સહિત પોતાના ઘરે ઇન્વાઇટ કરશે. જોકે જ્યારે આમિરે આવું કર્યું તો રુહી ઘણી જ આનંદિત થઇ ગઇ હતી.
આમંત્રણ મળ્યા પછી રુહી અને તેમનો પરિવાર આમિર ખાનના ઘરે પહોંચ્યો હતો. જ્યારે આમિર તેમની ઘણી આગતા સ્વાગતા કરી હતી. રુહી અને તેમના પરિવાર સાથે આમિરે બૈશાખી સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાન બધાએ મળીને ભોજન કર્યું હતું. ઘણી બધી વાતો કરી અને મસ્તી કરી હતી. આ પછી આમિરે રુહી સાથે ભાંગડા પણ કર્યા હતા. આ મુલાકાતનો વીડિયો રુહીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. લોકોએ પણ આ વીડિયોને ઘણો પસંદ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લાઇક્સ મળી ચૂકી છે.
આમિર ઘણા નરમ દિલના માણસ છે
રુહીએ આ મુલાકાત વિશે ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે બૈશાખી 2022ની ઉજવણી આમિર ખાન સર સાથે મનાવી. મને સમજણ પડતી નથી કે આ વાત કેવી રીતે શબ્દોમાં વ્યક્ત કરું. આમિર ઘણો નરમ દિલનો માણસ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર