Home /News /entertainment /

'બાઘા'એ શેર કર્યો 14 વર્ષ જૂનો ફોટો, એકસાથે જોવા મળ્યા 'જેઠાલાલ' અને 'બાપુજી'

'બાઘા'એ શેર કર્યો 14 વર્ષ જૂનો ફોટો, એકસાથે જોવા મળ્યા 'જેઠાલાલ' અને 'બાપુજી'

'બાઘા'એ શેર કર્યો 14 વર્ષ જૂનો ફોટો

છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના ઘણા પાત્રો લોકોના મનમાં વસી ગયા છે. આ શોની ફેન ફોલોઈંગ પણ સારી એવી છે.

    છેલ્લા 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના ઘણા પાત્રો લોકોના મનમાં વસી ગયા છે. આ શોની ફેન ફોલોઈંગ પણ સારી એવી છે. જો આ શો તમારા માટે લોકપ્રિય હોય તો આજે અમે તમને એક તસવીર બતાવીશું અને તેમાં તમારે ઓળખવાનું રહેશે કે જેઠાલાલના બાપુજી એટલે કે ચંપક ચાચા કોણ છે? તમને જણાવી દઈએ કે આ ફોટો ઘણો જૂનો છે અને તેમાં ચંપક કાકાને ઓળખવા મુશ્કેલ છે.

    તસવીર વાયરલ થઈ

    ટીવીની દુનિયાનો સૌથી લાંબા સમય ચાલતો કાર્યક્રમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ લોકોનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી. શોની દરેક કહાનીની સાથે સાથે તેના દરેક પાત્રો પણ દર્શકોનું દિલ જીતી લીધું છે. શોએ લોકો પર એવી છાપ છોડી છે કે તેઓ આ કલાકારના અસલી નામ ભૂલી ગયા છે અને તેમને પાત્રોના નામથી જ જાણે છે. તારક મહેકા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની 14 વર્ષ જૂની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં 'ચંપક ચાચા'થી માંડી 'બાઘા' સુધીને ઓળખવા મુશ્કેલ છે.




    શોની તસવીર

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની આ જૂની તસવીર એક્ટર તન્મય વેકરિયા એટલે કે બાઘાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીથી માંડી કોમલ ભાભી એટલે કે અંબિકા રંજનકર જોવા મળી રહ્યા છે. આ જૂનો ફોટો ઓસ્ટ્રેલિયા ટૂર સાથે જોડાયેલો છે, જ્યાં તેઓ પોતાના સાથીઓની સાથે ગુજરાતી નાટક દયા ભાઈ દોઢ દયા માટે ગયા હતા.

    એક્ટરે આપ્યું કેપ્શન

    આ જૂના ફોટોને શેર કરતા બાઘા એટલે કે તન્મયે લખ્યું, કેટલીક યાદો હંમેશાં આપણા દિલમાં રહે છે. વર્ષ 2007માં ગુજરાતી નાટક 'દયા ભાઈ દોઢ દયા' માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો ખાસ પ્રવાસ હતો. આ તસવીરમાં તમામ કલાકારોને ઓળખવા મુશ્કેલ છે, પરંતુ આ બધામાંથી ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ એકદમ અલગ દેખાય રહ્યા છે. આ ફોટોમાં તેમને પીળો શર્ટ પહેર્યો છે અને ખૂણામાં ઊભા જોવા મળી રહ્યા છે. જો કે તેમનો ચહેરો અમુક હદ સુધી ઢંકાયેલો હતો, જેનાથી તેમને ઓળખવા મુશ્કેલ છે. તેમજ પિંક ટી-શર્ટમાં તન્મય વેકેરિયાને ઓળખવા પણ સરળ નથી. આ સિવાય સફેદ ટી-શર્ટ પહેરેલા દિલીપ જોશી પણ તસવીરમાં પોતાના સાથીદારો સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन