Home /News /entertainment /

VIDEO: કઠણ કાળજા વાળા જ જોજો, વિચલીત કરી દેનારી ફિલ્મ 'પીહૂ'નું ટ્રેલર

VIDEO: કઠણ કાળજા વાળા જ જોજો, વિચલીત કરી દેનારી ફિલ્મ 'પીહૂ'નું ટ્રેલર

'પીહુ' ફિલ્મનાં ટ્રેલરનો એક સિન

2 વર્ષની એક બાળકી પોતાનાં ઘરમાં બંધ છે અને તેની માતા બેભાન થઇ ગઇ છે

    મુંબઇ: 2-3 વર્ષની એક બાળકી માટે ઘરમાં એકલું હોવું કેટલું ખતરનાક હોઇ શકે છે. વિનોદ કાપરીની આ ફિલ્મનાં ટ્રેલર પરથી સમજી શકાય છે. 'પીહૂ' એક એવી બાળકીની કહાની છે જેની મા ઘરમાં બેભાન થઇ ગઇ છે. હવે એકલી બાળકી આખા ઘરમાં અસુરક્ષિત ફરી રહી છે. નિર્દેશક વિનોદ કાપરી આ નવી ફિલ્મનાં ટ્રેલરમાં જે દર્શાવે છે તે ખરેખર વિચલીત કરી મુકે તેવું છે.

    એક બાળકી જેનું કોઇ ધ્યાન રાખાવાળુ નથી. તે પોતાની જાતને ફ્રિઝમાં બંધ કરી દે છે. ગેસ ચાલુ કરી દે છે. ઇસ્ત્રી ચાલુ મુકી દે છે. આ ટ્રેલરનો અંતિમ સિન પણ ડરાવનો છે. જ્યાં આ બાળકીની ઢીંગલી નીચે પડી જાય છે અને તે ઘરની બાલકનીમાં ચઢે છે પોતાની નીચે પડેલી ઢીંગલી લેવા માટે.



    આપને જણાવી દઇએ કે આ ફિલ્મની કહાની સત્ય ઘટનાથી પ્રેરિત માનવામાં આવે છે. ફિલ્મનાં આખા ટ્રેલરમાં ફક્ત આ બે વર્ષની બાળકી જ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)માં ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી હતી. ફિલ્મમાં કામ કરનારી બાળકી ખરેખરમાં માત્ર બે વર્ષની છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Movie Trailer, Pihu movie, The most insane, Trailer out

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन