Video : 'મોતીચૂર ચકનાચૂર'માં નવાજુદ્દીન સાથે આથિયા જમાવી જોડી

News18 Gujarati
Updated: October 12, 2019, 4:48 PM IST
Video : 'મોતીચૂર ચકનાચૂર'માં નવાજુદ્દીન સાથે આથિયા જમાવી જોડી
મોતીચૂર ચકનાચૂરનું ટ્રેલર

  • Share this:
બોલિવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ મોતીચૂર ચકનાચૂર (Motichoor Chaknachoor) નું ટ્રેલર રિલિઝ થયું છે. અને આ ફિલ્મમાં તેમની હિરોઇન છે આથિયા શેટ્ટી (Athiya Shetty). લાંબી અને સુંદર આથિયા જોડે નવાજુદ્દીન સિદ્દિકીની આ જોડી પહેલી નજરે જ અજીબ લાગે છે પણ ફિલ્મનું ટેલર દેખશો તો તમે હસી હસીને લોટપોટ જશો. પહેલીવાર નવાજુદ્દીન અને આથિયા રૂપેરી પડદે એક સાથે કામ કરી રહ્યા છે. અને આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં અનેક જગ્યાએ કરવામાં આવ્યું છે.

ટ્રેલર જોઇને લાગે છે કે આથિયા નવાજુદ્દીનને તે મૂરતિયા સમજે છે જે તેને વિદેશ ફરવા લઇ જશે. પણ લગ્ન પછી તેને ખબર પડે છે કે આ યુવક તો બેકાર છે. તો બીજી તરફ નવાજુદ્દીનને 36 વર્ષની ઉંમર થઇ હોવા છતાં લગ્ન માટે કોઇ યુવતી નથી મળી રહી. માટે તે આ લગ્ન ટકાવી રાખવા પ્રયાસ કરે છે. અને તેમાં જ કોમેડી અને ડ્રામા સર્જાય છે.



જો કે આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થતા જ સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. કૉમેડીથી ભરપૂર આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં આ ટ્રેલરને 50 લાખથી વધુ લોકો દેખી ચૂક્યા છે. અને આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલિઝ થાય છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ હિરો પછી આથિયાની આ ત્રીજી બોલીવૂડ ફિલ્મ છે. જો કે હજી પણ તે બોલીવૂડમાં પોતાની છાપ છોડવામાં અસમર્થ છે. ત્યારે આ ફિલ્મમાં તેના કેરિયરને નવી સફળતા અપાવે તેવું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે. વળી આ ફિલ્મમાં સની લિયોનીનું એક આઇટમ સોંગ પણ જોવા મળશે. જેમાં સની અને નવાજ એક સાથે ડાન્સ કરતા જોવા મળશે.

 
First published: October 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,159,488

     
  • Total Confirmed

    1,623,130

    +19,478
  • Cured/Discharged

    366,407

     
  • Total DEATHS

    97,235

    +1,543
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres