Home /News /entertainment /

આ ફિલ્મો જોવાથી દર્શકને મળશે 69,000 રૂપિયા, જાણો નિયમ

આ ફિલ્મો જોવાથી દર્શકને મળશે 69,000 રૂપિયા, જાણો નિયમ

    માર્વેલ ફિલ્મોની સૌથી મોટી રીલિઝ 'Infinity War' બાદ હવે આ ફિલ્મની સિક્વલ જોવા માટે આ ફિલ્મોની ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યાં છે. પરંતુ આ ફિલ્મની રાહને વધુ રોમાંચક બનાવવા માટે એક અમેરિકન કંપનીએ દાવો કર્યો છે કે તે Avengersની ફિલ્મની લેટેસ્ટ રીલિઝ પહેલા માર્વેલ સીરિઝની તમામ 20 ફિલ્મો એક સાથે જોનારા દર્શકને 1000 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 69,000 રૂપિયા આપશે.

    Marvel Cinematic Universe કુલ 20 ફિલ્મોમાં અત્યાસુધીમાં રીલિઝ થઇ છે. આ ફિલ્મ સીરિઝની હવે પછીથી મોટી ફિલ્મ 'Avengers : End Game'થી પહેલા જો તમે આ સીરિઝની તમામ ફિલ્મો એક સાથે જુઓ છો તો તમે આ સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.

    અહીં ક્લિક કરી વાંચોઃ આ કોની સાથે નજરે આવી રહી છે આમિર ખાનની દીકરી ઇરા?

    આ દાવો એક અમરિકન વેબસાઇટે કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે જે કોઇપણ વ્યક્તિ મારવેલની તમામ ફિલ્મો એક સાથે જોશે તેને આ ઇનામ આપવામાં આવશે. જો કે આવું કરવા માટે તમારે અંદાજે 40 કલાકથી વધુ કલાક સતત સ્ક્રિન સામે બેશી રહેવું પડશે.

    આ શરતનું પણ પાલન કરવાનું રહેશે

    તમારે તમામ માર્વેલ ફિલ્મોને જોવા માટે સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કરવું પડશે અને પોતાના અનુભવો લોકોને જણાવવાના રહેશે. આ ફિલ્મોને જોયા પછી આ ફિલ્મોમાંથી તમને શું મેસેજ મળ્યો તે જણાવવાનું રહેશે. છેલ્લે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઇએ અને અમેરિકાના નાગરિકો હોવા જોઇએ. તમે ભલે અમેરિકાના નાગરિક ન હોય પરંતુ ત્યાં રહેતા તમારા સગા સંબંધીઓને આ વાતની જાણ કરી શકો છો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Marvel Contest, Marvel Movie, Universe nonstop, Win

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन