કોરોનાથી લડવા માટે PM-CARES ફંડમાં અક્ષય કુમારે આપ્યા 25 કરોડ રુપિયા

કોરોનાથી લડવા માટે PM-CARES ફંડમાં અક્ષય કુમારે આપ્યા 25 કરોડ રુપિયા

અક્ષય કુમારે ફરી એક વખત ઉદાર હાથે દાન આપીને સાબિત કર્યું છે કે તે ફક્ત ફિલ્મમાં જ નહીં રિયલમાં પણ હીરો જેવા કામ કરી રહ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)કોરોના વાયરસ (CoronaVirus)પર કાબુ મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ અંતર્ગત પ્રધાનમંત્રીએ પીએમ કેયર્સ ફંડ (PM-CARES)બનાવ્યું છે. જેમાં દરેક દેશવાસી સ્વેચ્છાથી મદદ કરી શકે છે. પીએમ મોદીએ આજે ટ્વિટ કરીને લોકોને મદદ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે આ ફંડ કોરોના વાયરસના કારણે ઉભી થયેલી વિપરિત પરિસ્થિતિઓમાં જરુરિયાતમંદ સુધી મદદ પહોચાડવાનો માર્ગ બનશે.

  પીએમ મોદીની અપીલની થોડી જ મિનિટોમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડ રુપિયા દાન કર્યા છે. અક્ષય કુમારે ટ્વિટ કર્યું હતું કે આ એવો સમય છે જ્યારે કોઈપણ વ્યક્તિના જીવની કિંમત સૌથી વધારે છે. આવામાં મદદ માટે દરેક જરુરી પગલાં આપણે ઉઠાવવા પડશે. આવા સમયમાં હું પોતાની બચતમાંથી 25 કરોડ રુપિયાની મદદ કરું છું, કારણ કે જાન હૈ તો જહાન હૈ.

  આ પણ વાંચો - BJPની મોટી જાહેરાત, પાર્ટી સાંસદ આપશે 1 કરોડ, ધારાસભ્ય એક મહિનાનો પગાર કરશે દાન  પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે હું પોતાના દેશવાસીઓને વિનંતી કરું છું કે પીએમ કેયર ફંડમાં પોતાની ઇચ્છા પ્રમાણે દાન કરે. આવનાર સમયમાં આવી પરિસ્થિતિથી નિપટવામાં સરકારને મદદ થશે. જે લોકો આગળ વધીને દાન કરી રહ્યા છે. હું તેમની ભાવનાનું સન્માન કરું છું.
  Published by:Ashish Goyal
  First published: