Vyjayanthimala B'day: દિલીપ કુમાર સાથે સંબંધ તૂટ્યા બાદ સારવાર કરવા આવનાર તબીબ સાથે થયો હતો પ્રેમ

દિલીપ કુમાર સાથે સંબંધ તૂટ્યા બાદ સારવાર કરવા આવનાર તબીબ સાથે થયો હતો પ્રેમ

આ કપડાંમાં વૈજયંતી માલાને અનુકૂળ લાગતા ન હતા. તે સમયે એક દિવસ દિલીપ કુમાર જાણ કર્યા વગર જ અમુક મિત્રો સાથે સેટ પર આવી ચડ્યા હતા. વૈજયંતી માલા આવા કપડામાં દિલીપ કુમાર અને તેમના મિત્રોના મળવા માંગતી ન હતી.

  • Share this:
    હિન્દી સિનેમાની સૌથી સફળ અભિનેત્રીઓની વાત આવે ત્યારે વૈજયંતી માલાનું નામ લેવું જ પડે. તેઓ હિન્દી સિનેમામાં દક્ષિણની પ્રથમ સફળ અભિનેત્રી હતા. વૈજયંતી માલા (Vyjayanthimala) સર્વગુણની સંપન્ન અભિનેત્રી હતા. તેઓ જેટલા સારા એક્ટ્રેસ હતા તેટલા જ સારા ડાન્સર પણ હતા. તેઓ શાસ્ત્રીય નૃત્યના જાણકાર હતા. તેમણે અભિનય તથા કલાના જોરે સફળતા મેળવી હતી. ફિલ્મોમાં હિરોઈનોના ડાન્સને મહત્વનું બનાવવામાં વૈજયંતી માલાનું યોગદાન છે. તેઓ ગુરુ વઝુવુર રામૈયા પિલ્લઈ પાસેથી ભરતનાટ્યમ શીખ્યા હતા.

    હિન્દી અને તમિલ ફિલ્મોમાં અભિનય

    વૈજયંતી માલાનો જન્મ 13 ઓગસ્ટ 1936ના રોજ ચેન્નઈ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ એમ. ડી રમન અને માતાનું નામ વસુંધરા હતું. તેમને અભિનય કલા વારસામાં મળી હતી. તેમની માતા 1940ના દસકાની લોકપ્રિય તમિલ અભિનેત્રી હતા. વૈજયંતી માલાએ 13 વર્ષની વયે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેઓ હિન્દી અને તમિલ એમ બંને ભાષાની ફિલ્મોમાં એકસાથે કામ કરતા હતા.

    દેવદાસ બાદ દિલીપ કુમાર સાથે જોડી જામી

    વૈજયંતી માલાએ 1951માં આવેલી 'બહાર' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમને twinkle toes તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈજયંતી માલા અને દિલીપ કુમારની જોડી રિલ અને રિયલ લાઇફમાં દર્શકોને ગમતી હતી. 1955માં આવેલી ફિલ્મ 'દેવદાસ'માં દિલીપ કુમારે દેવદાસ અને વૈજયંતી માલાએ ચંદ્રમુખીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બાદ બંનેની જોડીએ ધૂમ મચાવી હતી. બીઆર ચોપરાની 'નયા દૌર' ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ખૂબ ગમી હતી. ત્યારબાદ મધુમતી, પૈગામ, ગંગા જમના અને 1964માં આવેલી સુપરહિટ ફિલ્મ લીડરમાં બંનેના જોરદાર અભિનયે દર્શકોનું મન મોહી લીધું હતું.

    આવી રીતે દિલીપ કુમાર સાથે તૂટ્યો સંબંધ

    લેખ ટંડનની 1966માં રિલીઝ થયેલી ફિલ્મ 'આમ્રપાલી'માં વૈજયંતી માલાને આમ્રપાલીનો રોલ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મના હીરો સુનિલ દત્ત હતા. આ ફિલ્મમાં પોતાના કેરેક્ટર માટે વૈજયંતી માલાએ કંચુકી અને ધોતી પહેરી હતી. આ કપડાંમાં વૈજયંતી માલાને અનુકૂળ લાગતા ન હતા. તે સમયે એક દિવસ દિલીપ કુમાર જાણ કર્યા વગર જ અમુક મિત્રો સાથે સેટ પર આવી ચડ્યા હતા. વૈજયંતી માલા આવા કપડામાં દિલીપ કુમાર અને તેમના મિત્રોના મળવા માંગતી ન હતી. જેથી તેણે સેટ પર માત્ર ડાયરેક્ટ અને કેમેરામેન હાજર હોય ત્યારે શોટ આપવાનું કહ્યું હતું. આ વાત ડાયરેક્ટર ટંડને દિલીપ કુમારને કહી દેતા દિલીપ કુમાર કંઈ કહ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમણે વૈજયંતી માલા સાથે કોઈ સંબંધ રાખ્યો નહોતો. બાદમાં અગાઉથી નક્કી થયેલી સંઘર્ષ સિવાય ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નહોતું.

    સારવાર કરવા આવનાર ડોક્ટર સાથે થઈ ગયો પ્રેમ

    વૈજયંતી માલાનું અંગત જીવન પણ ફિલ્મોની સ્ટોરી જેવું જ હતું. એક વખત તેમને ન્યુમોનિયા થયો હતો. જેથી તેમની સારવાર કરવા ડો. ચમન લાલ બાલી આવ્યા હતા. તેઓ વૈજયંતી માલાના ફેન હતા. સારવાર દરમ્યાન બંનેની દરરોજ મુલાકાત થતી હતી અને અંતે પ્રેમ થઈ જતા બંનેએ 10 માર્ચ 1968ના રોજ લગ્ન કરી લીધા હતા. તે બન્નેને એક પુત્ર પણ છે. તેનું નામ સુચિંદ્ર બાલી છે. તેણે પણ ફિલ્મોમાં અભિનય માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા નહોતી મળી. 2007માં આવેલી Ninaithale ફિલ્મમાં તેઓ છેલ્લી વખત જોવા મળ્યા હતા.
    First published: