PM નરેન્દ્ર મોદીની બાયોપિક પર મોટો નિર્ણય, 24 મેનાં રોજ થશે રિલીઝ

News18 Gujarati
Updated: May 3, 2019, 10:13 AM IST
PM નરેન્દ્ર મોદીની બાયોપિક પર મોટો નિર્ણય, 24 મેનાં રોજ થશે રિલીઝ
પ્રધાનમંત્રીની બાયોરિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની નવી રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી હતી.

પ્રધાનમંત્રીની બાયોરિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની નવી રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી હતી.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'PM નરેન્દ્ર મોદી' આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મમાંથી એક છે. ગત કેટલાંક દિવસોથી ફિલ્મની રિલીઝ ડેટને લઇને ઘણી જ બબાલ ચાલી રહી છે આમ તો આ ફિલ્મ 11 એપ્રિલનાં રોજ રિલીઝ થવાની હતી પણ એક દિવસ પહેલાં જ ફિલ્મની રિલીઝ પર રોક લાગી હતી. ફિલ્મની રિલીઝને લઇને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. લોકસભા ચૂંટણીને કારણે ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી હતી.

હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. આ ફિલ્મ 24 મે 2019નાં રોજ રિલીઝ થશે.

ફિલ્મનાં પ્રોડ્યુસર સંદીપ સિંહે આ વિશે વાત કરતાં કહ્યું કે, એક જવાબદાર નાગરીક હોવાને કારણે અમે દેશનાં કાયદાની ઇજ્જત કરીએ છીએ. તે વિશે ચર્ચા કર્યા બાદ અમે નિર્ણય પર પહોચ્યા છે. લોકસભા ચૂંટણી થયા બાદ અમે આ ફિલ્મને રિલીઝ કરીશું. અમે આ આ ફિલ્મ 24 મેનાં રોજ રિલીઝ કરીશું. આપને જણાવી દઇએ કે 23 મેનાં રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થશે અને ચૂંટણીની તમામ પ્રક્રિાય પૂર્ણ થયા બાદ PM નરેન્દ્ર મોદીની બાયોપિક રિલીઝ થશે.






આ ફિલ્મ 23 ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં બોમન ઇરાની, મનોજ જોષી, પ્રશાંત નારાયણષ જરીના વહાબ, બરખા સેનગુપ્તા, અંજ શ્રીવાસ્તન, રમાકાંત દાયમા, અક્ષત આર સુલૂજા, જિમેશ પટેલ અને દર્શન કુમાર અહમ રોલમાં છે. આ ફિલ્મ ઉમંગ કુમારે ડિરેક્ટ કરી છે. જેમને આ પહેલા 'મેરી કોમ' અને 'સરબજીત' જેવી બાયોપિક બનાવી છે.
First published: May 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading