વિવેકના 9 Look, ફિલ્મમાં મોદીના હિમાલયનાં સાધુ બન્યાની કહાની

News18 Gujarati
Updated: March 18, 2019, 6:13 PM IST
વિવેકના 9 Look, ફિલ્મમાં મોદીના હિમાલયનાં સાધુ બન્યાની કહાની
PM મોદીનાં જીવન પર બનેલી આ ફિલ્મ 12 એપ્રિલનાં રોજ રિલીઝ થશે

PM મોદીનાં જીવન પર બનેલી આ ફિલ્મ 12 એપ્રિલનાં રોજ રિલીઝ થશે

  • Share this:
મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં કામ કરી રહેલાં વિવેક ઓબરોયનો નવો લૂક પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટમરાં વિવેક ઓબરોયનાં 9 અલગ અલગ લૂક દર્શાવવામાં આવ્યા છે. આ તમામ લૂક મોદીનાં યંગ એજનો છે. જેમાં તે ઘણો જ ક્વિસિંગ લાગે છે. પોસ્ટરમાં વિવેક ઓબરોય ક્યારેક સાફો બાંધેલાં, ક્યારેક ટોપી લગાવેલા તો ક્યારેક અલગ લૂકમાં નજર આવે છે. ોપસ્ટરમાં એક લૂક એવો છે જેમાં તે સાધુનાં કપડાંમાં નજર આવે છે. મોટી દાઢી અને માળા સાથે નજર આવે છે. વાતો થઇ રહી છે કે, આ લૂક તે સમયનો છે જ્યારે મોદી હિમાલયની ગુફાઓમાં રહેતા હતાં.

એવાંમાં કહેવામાં આવે છે કે, PM મોદી ઘર છોડી આશરે 2 વર્ષ સુધી હિમાલયની ગુફઆઓમાં જઇને રહ્યાં હતાં. તેમણે સાધુનું જીવન પણ જીવ્યું છે. તેમણે આવું એટલે કર્યું કે, જીવનનાં મહત્વને તે સમજી શખે. હવે વિવેક ઓબરોય બાયોપિકમાં PMની લાઇફને રજૂ કરી રહ્યો છે.સાથે જ ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'માં ગુજરાતનાં મુખ્યમંત્રીનાં રૂપમાં તેનાં શરૂઆતી સફરને પણ દર્શાવવામાં આવ્યા છે. તે ઉપરાંત 2014માં ઐતિહાસિક જીત સાથે પ્રધાનમંત્રી મોદી સુધીનાં સફરને ફિલ્મમાં બખૂબી શૂટ કરવામાં આવ્યું છે.PM મોદીનાં જીવન પર બનેલી આ ફિલ્મ 12 એપ્રિલનાં રોજ રિલીઝ થશે.
First published: March 18, 2019, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading