બોલિવૂડ ડેસ્ક: પ્રધાનમંત્રી મોદીની બાયોપિક ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોય PM મોદીનું પાત્ર અદા કરતો નજર આવે છે. તેમાં તે મેકઅપ બાદ PM મોદી જેવો નજર આવે છે. ત્યારે આ લૂક માટે તેનાં મેકઅપ મેને ઘણી જ મહેનત કરવી પડતી હતી. આ માટે તેને તૈયાર થવામાં 6 કલાકનો સમય લાગતોય હતો
આ મેકઅપનો વીડિયો સામે આવ્યો છે જેનાંથી અંદાજો લગાવી શકાય છે કે વિવેકને PM મોદી બનવા માટે કેટલી મહેનત કરવી પડતી હતી. વિવેકનાં આ લૂકને પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા બદલવામાં આવતો હતો.
વિવેક અને PM મોદીની ઉંમરમાં 25 વર્ષનોઅંતર છે. અને તેને દૂર કરવાનું કામ આ મેકઅપ દ્વારા કરવામાં આવ્યું છે. આ મેકઅપનો બિહાઇ્ડ ધ સીન વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે PM મોદી જેવાં દેખાવવા માટે વિવેક ઓબરોય અને મેકઅપ ટીમે કેટલી મહેનત કરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર