વિવેક ઓબેરોયે રાહુલ ગાંધી તરફ કર્યો ઇશારો, કહ્યું- હવે થશે ન્યાય!

News18 Gujarati
Updated: May 20, 2019, 4:00 PM IST
વિવેક ઓબેરોયે રાહુલ ગાંધી તરફ કર્યો ઇશારો, કહ્યું- હવે થશે ન્યાય!
નીતિન ગડકરીએ વિવેક ઓબેરોયની આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું

લાંબા સમયથી રીલિઝ માટે અટવાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પોસ્ટર લોન્ચ કરાયું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: લાંબા સમયથી રીલિઝ માટે અટવાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકનું પોસ્ટર લોન્ચ કરાયું છે. આ પ્રસંગે વિવેક ઓબેરોય અને ફિલ્મના નિર્માતા સંદીપ સિંહ સાથે ભાજપના નેતા નીતિન ગડકરી પણ હાજર રહ્યાં. આ પોસ્ટર લોન્ચ પ્રસંગે વિવેક ઓબેરોયે જણાવ્યું કે, તે પોતાની ફિલ્મની રીલિઝ માટે બહુ જ પરેશાન હતો. પરંતુ કેટલાક લોકોએ તેની પર નિશાન સાધ્યું હતું.

વિવેકે કહ્યું કે, ઘણા લોકોએ પીએમ મોદીની ફિલ્મ રોકવાના પ્રયાસ કર્યા. જેવી રીતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક મહાગઠબંધન હતું, તેવી જ રીતે આ ફિલ્મને રોકવા માટે પણ એક મહાગઠબંધન બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવેકે રાહુલ ગાંધી તરફ પણ ઇશારો કર્યો.

વિવેકે કહ્યું, આટલા મોટા નેતા, મોટી-મોટી પાર્ટીઓ, અમારી આ નાની ફિલ્મને રોકવા માટે પ્રયાસ કરવા લાગ્યા. જોકે, તેઓ અમારી ફિલ્મથી ડરી રહ્યાં હતાં અથવા ચોકીદારના દંડાથી ડરી રહ્યાં હતાં, હું સમજી ના શક્યો.આ પણ વાંચો: આજ સુધી મિથુનને 'પાપા' કહીને નથી બોલાવતાં તેમના બાળકો

પોતાની ફિલ્મ વિરુદ્ધ નેતાઓની ભીડની વાત કરતાં વિવેકે કહ્યું કે, લોકો પોતાના ગંભીર કેસમાં કોર્ટની તારીખો પર જતાં નથી તે અમારા કેસ માટે દરરોજ કોર્ટ આવ્યા. લોકોનું કામ કરવા માટે કમિશન લેનારા લોકોએ અમારી ફિલ્મને ચૂંટણી પંચમાં ખેંચી.વિવેક ઓબેરોયે રાહુલ ગાંધી તરફ ઇશારો કરતાં કહ્યું કે, હું શહઝાદાને કહેવા માગીશ કે, હવે થશે ન્યાય! વિવેક ઓબેરોય અભિનીત આ ફિલ્મ લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પછી રીલિઝ થશે.
First published: May 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading