HBD Vivek Oberoi: સલમાન ખાનનાં સામે પડવું વિવેકને ભારે પડ્યું, ગોથે ચડી ગયુ કરિઅર

વિવેક ઓબેરોય, એક્ટર

Happy Birthday Vivek Oberoi: વિવેક ઓબેરોયે તેની અભિનય (Vivek Oberoi Movies) પ્રતિભા પણ સાબિત કરી. વિવેકે કંપની, સાથિયા, મસ્તી, યુવા, શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોમાં કામ કરીને સારું ફેન ક્લબ બનાવી લીધું હતું.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 3 સપ્ટેમ્બર, 1976ના રોજ હૈદરાબાદમાં થયો હતો. વિવેકે બોલિવૂડમાં 19 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓ પીઢ અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર છે. ઉલ્લેખનીય છે કે, વિવેકે 2002માં ક્લાસિક ફિલ્મ કંપનીથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્માએ કર્યું હતું. આ ફિલ્મે વિવેકની કારકિર્દીને મજબૂત આધાર આપ્યો હતો. જે બાદ વિવેકે તેની અભિનય પ્રતિભા પણ સાબિત કરી. વિવેકે સાથિયા, મસ્તી, યુવા, શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મોમાં કામ કરીને સારું ફેન ક્લબ બનાવી લીધું હતું.

    આ પણ વાંચો-સિદ્ધાર્થનાં મોત પહેલાં શું થયું હતું? ડૉક્ટરે શેનાંથી દૂર રહેવાની આપી હતી સલાહ, જાણો બધુ જ

    ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ના સેટ પર ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની મુલાકાત થઈ હતી. બંને નજીક આવ્યા અને બંનેએ 1999-2001 દરમિયાન એકબીજાને ડેટ કર્યા. ત્યારબાદ કોઈ બાબતે અણબનાવ થયો અને તેમના સંબંધોનો અંત આવ્યો. સંબંધ તૂટ્યા બાદ ઐશ્વર્યા ખૂબ જ દુ:ખી હતી. ત્યાર પછી વિવેક ઓબેરોયની ઐશ્વર્યા સાથે નિકટતા વધી. વિવેકે ઐશ્વર્યાને સાથ આપ્યો. જેના પછી બંનેએ ફિલ્મ 'ક્યુ હો ગયા ના'માં સાથે કામ કર્યું. આ દરમિયાન વિવેક ઓબેરોયે એશ્વર્યાને ટેકો આપવાના પ્રયાસમાં મોટી ભૂલ કરી હતી. જેના કારણે તેની કારકિર્દી પર ખરાબ અસર પડી હતી. વિવેકે આ બધું ઐશ્વર્યા માટે કર્યું, છતાં ઐશ્વર્યાએ વિવેકનો સાથ છોડી દીધો.

    આ પણ વાંચો-સિદ્ધાર્થ શુક્લાનાં ઘરે જઇ આવેલાં રાહુલ મહાજને જણાવી શહનાઝ ગિલની હાલત, માતાએ કહેલી વાત


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિવેક ઓબેરોયે એક હોટલ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યું હતું કે, સલમાન ખાન તરફથી તેને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું કે સલમાને તેને 42 વખત ફોન કર્યો. જે બાદ પ્રોડ્યુસર્સ વિવેક ઓબેરોયને તેમની ફિલ્મમાં કામ આપવાનું ટાળવા લાગ્યા. તેમજ વિવેકના હાથમાંથી ઘણા પ્રોજેક્ટ્સ પણ નીકળી ગયા.

    આ પણ વાંચો-Breaking: સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મોતનાં કારણનો ન થયો ખુલાસો


    તે સમયે સલમાન ખાન મોટો સ્ટાર હતો, જ્યારે વિવેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો કલાકાર હતો. જે બાદ વિવેકે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી'ની બાયોપિક બનાવીને તેની કારકિર્દીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. સાથે જ તેણે ફિલ્મોનું નિર્માણ પણ શરૂ કર્યું છે. તેઓ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari)ની પુત્રી પલક તિવારી (Palak Tiwari)ને ફિલ્મ 'રોઝી ધ સેફ્રોન ચેપ્ટર' (ROSIE The Saffron Chapter)થી બોલિવૂડમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નિર્માણ વિવેક ઓબેરોય (Vivek Oberoi)નું ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ, મંદિરા એન્ટરટેઈનમેન્ટ અને પ્રેરણા વી અરોરા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
    Published by:Margi Pandya
    First published: