દિવ્યાંકાની પ્રેગ્નેન્સી વિશે પતિ વિવેકનો ખુલાસો!

દિવ્યાંકાની પ્રેગ્નેન્સી વિશે પતિ વિવેકનો ખુલાસો!
છેલ્લા ઘણાં સમયથી એવી વાતો હતી કે દિવ્યાંકા પ્રેગ્નેન્ટ છે. 8 જૂલાઇ 2016નાં રોજ દિવ્યાંકા અને વિવેકનાં ભોપાલમાં લગ્ન થયા હતાં.

છેલ્લા ઘણાં સમયથી એવી વાતો હતી કે દિવ્યાંકા પ્રેગ્નેન્ટ છે. 8 જૂલાઇ 2016નાં રોજ દિવ્યાંકા અને વિવેકનાં ભોપાલમાં લગ્ન થયા હતાં.

 • Share this:
  મુંબઇ: સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો 'યે હૈ મોહબ્બતે'માં ઇશિતાનું કેરેક્ટર પ્લે કરી દેશભરમાં પ્રખ્યાત દિવ્યાંકા ત્રિપાઠી હમેશાં ન્યુઝમાં રહેતી હોય છે છેલ્લા ઘણાં સમયથી એવી વાતો હતી કે દિવ્યાંકા પ્રેગ્નેન્ટ છે. આપને જણાવી દઇએ કે  8 જૂલાઇ 2016નાં રોજ દિવ્યાંકા અને વિવેકનાં ભોપાલમાં લગ્ન થયા હતાં.

  વિવેક અને દિવ્યાંકા બંનેએ સ્ટાર પ્લસનાં શો 'નચ બલિયે'માં ભાગ લીધો હતો અને તેઓ શો જીત્યા પણ હતાં. 'યે હૈ મોહબ્બતે'ની બુડાપેસ્ટમાં શૂટિંગ સમયે દિવ્યાંકએ એક નહીં પણ બે વખત ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લીધી હતી ત્યારથી જ તેની પ્રેગ્નેન્સીનાં સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા હતાં.  આ વિશે વિવેક સાથે એક લિડિંગ ન્યૂઝ પેપરે વાત કરતાં તેણે કહ્યું કે, હાલમાં અમે બંને એકબીજા સાથે જ વધુમાં વધુ સમય વિતાવવા ઇચ્છીએ છીએ. હાલમાં અમે બેબી પ્લાનિંગ નથી કરી રહ્યાં. ટીવી શો 'યે હૈ મોહબ્બતે' ગત ચાર વર્ષથી ટીવી પર આવે છે તેમાં દિવ્યાંકાની સાથે લિડ રોલમાં કરણ પટેલ છે શો દર્શકોની વચ્ચે ખાસો લોકપ્રીય છે. સીરિયલને લોકો ખુબ પસંદ પણ કરે છે અને તે TRP રેટિંગમાં પણ ટોપ-10માં શામેલ થાય જ છે. હાલમાં જ શોમાં આવેલાં ટ્વિસ્ટ એન્ડ ટર્નથી તે ટોપ-5માં પહોંચી ગયો છે.
  Published by:News18 Gujarati
  First published:February 15, 2018, 19:04 pm

  ટૉપ ન્યૂઝ