Home /News /entertainment /વિવેક અગ્નિહોત્રીએ કિશોર કુમાર માટે 'ભારત રત્ન' સન્માનની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો

વિવેક અગ્નિહોત્રીએ કિશોર કુમાર માટે 'ભારત રત્ન' સન્માનની કરી માંગ, જાણો શું છે સમગ્ર મામલો

વિવેક અગ્નિહોત્રી ફિચર ઈમેજ

Bharat Ratna for Ashok Kumar: 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્દેશક વિવેક રંજન અગ્નહોત્રીએ પોતાની ફિલ્મો અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલ વિવેક અગ્નિહોત્રી દ્વારા કિશોર કુમાર માટે 'ભારત રત્ન'ની માંગ કરવામાં આવી છે.

    મુંબઈઃ 'ધ કાશ્મીર ફાઈલ્સ ' બાદ હવે વિવેક અગ્નિહોત્રી 'દિલ્હી ફાઈલ' ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખંડવામાં પ્રદેશ સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કિશોર કુમાર અલંકરણ સન્માન સમારોહમાં વર્ષ 2019 માટે દંતકથાકાર અશોક મિશ્રા, 2020 માટે ગીત લેખક અમિતાભ ભટ્ટાચાર્ય અને વર્ષ 2021 માટે નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીને કિશોર કુમાર અલંકરણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. સન્માન મેળવ્યા બાદ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કહ્યુ કે, તે ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ બાદ હવે તેની સિક્વેંસમાં દિલ્હી ફાઈલ બનાવશે.

    કિશોર કુમારને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગનું સમર્થન કરતા સમયે તેમણે કહ્યું કે, કિશોર કુમારને ભારત રત્ન સન્માન મળવું જ જોઈએ. ખંડવામાં આયોજિત રાષ્ટ્રીય કિશોર કુમાર સન્માન અલંકરણ સમારોહ ઉપરાંત સંગીત સંધ્યાનું આયોજન થયું. જેમાં દેબોજિત સાહા અને ગ્રુપ મુંબઈ દ્વારા શાનદાર ગીતોની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય કિશોર કુમાર અલંકરણ સમારોહનું આયોજન મધ્યપ્રદેશ શાસન સંસ્કૃતિ વિભાગ દ્વારા જિલ્લા પ્રશાસન ખંડવાના સહયોગથી પર્યટન, સંસ્કૃતિ વિભાગ અને જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી ઉષા ઠોકુરવની ઉપસ્થિતીમાં સમાપ્ત થયો હતો.

    આ પણ વાંચોઃ 48 વર્ષની મલાઈકાએ ફેશન શોમાં સૌ કોઈની બોલતી કરી બંધ, બોલ્ડ લુક જોઈને તમે પણ થઈ જશો હેરાન

    કાર્યક્રમમાં વર્ષ 2019 માટે પટકથા લેખક અશોક મિશ્રાને વર્ષ 2020 માટે ગીતલેખન અમિતાભ ભટ્ટાચાર્ય, વર્ષ 2021 માટે નિર્દેશન ક્ષેત્રમાં વિવેક રંજન અગ્નિહોત્રીને કિશોર કુમાર અલંકરણ માટે, સાલ, શ્રીફળ અને પ્રશસ્તિ પત્ર દઈને સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમને સંબોધિત કરતા પ્રભારી સુશ્રી ઠાકુરે કહ્યુ કે, કિશોર કુમાર ખંડવાના ગૌરવ હતાં, જેનાથી સ્મૃતિ દિવસના દિવસે આપણે લોકો ભેગા મળીને આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

    આ પણ વાંચોઃ અમિતાભની આગામી ફિલ્મના મેકર્સનો માસ્ટર પ્લાન, ટ્રેલર જોવા માટે જોવી પડશે 'રામસેતુ' ફિલ્મ

    કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી કલાકારોને શુભકામના આપી હતી અને કહ્યુ કે, કિશોર કુમારને મધ્યપ્રદેશ ખંડવાનું નામ વિદેશોમાં પણ રોશન કર્યુ છે. તે ક્યાંય પણ જતાં તો ખંડવાનું નામ લેવાનું નહતા ભુલતાં. તેમના શબ્દ દૂધ જલેબી ખાશો, ખંડવામાં વસી જશો લોકપ્રિય છે. કિશોર કુમારે દરેક જગ્યાએ આ માટીનો ઉલ્લેખ કરીને તેને ધન્ય કરી દીધી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં.

    જેમાં વિવેક અગ્નહોત્રીએ પણ સંબોધિત કરવામાં આવ્યા હતાં.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Ashok Kumar, Bharat Ratna, Bollywod, Entertainment, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन