Home /News /entertainment /'The Kashmir Files' ફ્રીમાં બતાવવામાં આવતા વિવેક અગ્નિહોત્રી નારાજ થયા, હરિયાણાના CM ને કરી આવી અપીલ
'The Kashmir Files' ફ્રીમાં બતાવવામાં આવતા વિવેક અગ્નિહોત્રી નારાજ થયા, હરિયાણાના CM ને કરી આવી અપીલ
ધ કાશ્મીર ફાઈલ્સ વિવેક અગ્નિહોત્રી
ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) ફિલ્મની કમાણીની ઝડપ જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. તો, રવિવારે વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) થોડા ગુસ્સામાં જોવા મળ્યા. તેમણે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
The Kashmir Files : વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) હાલના દિવસોમાં તેની સુપરહિટ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડીને અત્યાર સુધીમાં કુલ 141.5 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મની કમાણીની ઝડપ જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.
તો, રવિવારે વિવેક અગ્નિહોત્રી થોડા ગુસ્સામાં જોવા મળ્યા. તેમણે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, વિવેકે જે ટ્વીટ કર્યું હતું તેની સાથે એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું, તે પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હરિયાણાના રેવાડીમાં એક સાર્વજનિક સ્થળે મફતમાં બતાવવામાં આવશે. પોસ્ટરમાં સ્થાનની સાથે શોનો સમય પણ જણાવવામાં આવ્યો હતો.
બસ આટલું જ કરતાં વિવેક ગુસ્સે થઈ ગયા અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને ટેગ કરીને પોતાના ટ્વીટમાં લખ્યું, "આ રીતે ખુલ્લામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' બતાવવી એ ગુનો છે. પ્રિય મનોહર લાલ ખટ્ટર જી, હું તમને આને રોકવા વિનંતી કરું છું. રાજકીય નેતાઓએ સર્જનાત્મક વ્યવસાય અને સાચા રાષ્ટ્રવાદનો આદર કરવો જોઈએ અને સામાજિક સેવાનો અર્થ છે કાનૂની અને શાંતિપૂર્ણ રીતે ટિકિટ ખરીદવી."
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે વિવેકની આખા દેશમાં પ્રશંસા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના ખૂબ વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, જ્યારે કેટલાક લોકો આ ફિલ્મને લઈને વિવેક પર નિશાન સાધી રહ્યા છે. ફિલ્મને લઈને વધી રહેલા વિવાદ બાદ શુક્રવારે સરકાર દ્વારા વિવેક અગ્નિહોત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર