વિવાન શાહે (Vivaan Shah) શાહરૂખ (Shahrukh Khan), દીપિકા (Deepika Padukone), અભિષેક (Abhishek Bachchan), બોમન, સોનુ અને ફરાહ સાથે કામ કરવાની તકને યાદ કરતા કહ્યું, હેપ્પી ન્યૂ યર એક અંતરિક્ષની સફર જેવું હતું. વિવાન શાહ તેના ‘સુતલિયા’ (Sutaliyan) નામના શો સાથે કમબેક કરવા માટે તૈયાર
જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને રત્ના પાઠક (Ratna Pathak)નો પુત્ર વિવાન શાહ (Vivaan Shah) તેના ‘સુતલિયા’ (Sutaliyan) નામના શો સાથે કમબેક કરવા માટે તૈયાર છે. તેણે પ્રિયંકા ચોપરાની 7 ખૂન માફ (7 Khoon Maaf) સાથે તેના કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ નવા પ્રોજેક્ટમાં તેણે શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. વિવાને ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં હેકરનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ તેમની સાથે અભિષેક બચ્ચન, બોમન ઇરાની, સોનૂ સુદ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફરાહ ખાન દ્વારા નિર્દેશિત હેપ્પી ન્યૂ યર 2014માં રિલીઝ થઇ હતી અને ઈન્ડિયા ટુડે સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં વિવાને ફિલ્મમાં કામ કરવાના તેના અનુભવને યાદ કર્યા હતા.
શાહરૂખ, દીપિકા, અભિષેક, બોમન, સોનુ અને ફરાહ સાથે કામ કરવાની તકને યાદ કરતા વિવાને કહ્યું કે, હેપ્પી ન્યૂ યર એક અંતરિક્ષની સફર જેવું હતું. વિવાને જણાવ્યું કે, “તે એક ખૂબ જ સારો અનુભવ હતો. જો તમે હર્ક્યુલસ જેવા જ રથમાં સવારી કરો છો, તો તે એક ખાસ બાબત હશે.” જો કે, અભિનેતાએ ઉલ્લેખ કર્યો છે કે લોકો હંમેશા વસ્તુઓને જોવાનું વલણ ધરાવે છે, જેમ કે તેણે કહ્યું કે, "ઓહ, આનાથી તમને કેવી રીતે ફાયદો થયો. પરંતુ તે તેના વિશે નથી". હેપ્પી ન્યૂ યરમાં કામ કરવા અંગે પોતાના અનુભવ વિશે જણાવતા વિવાને જણાવ્યું કે, “તે એક ખૂબ જ સ્પિરિચ્યુઅલ અનુભવ હતો.”
હેપ્પી ન્યૂ યરમાં બોલિવૂડના કેટલાક એ-લિસ્ટર્સ સાથે કામ કરવું એ યુવા અભિનેતા માટે 'સ્વપ્ન સાકાર' થવા જેવું હતું. વિવાને જણાવ્યું કે, “મારા બાળપણ અને મારા જીવનના આઇકોન્સ સાથે સમય વિતાવવાનો અને જાણવાનો અવસર મળ્યો. જે લોકોને ઓન સ્ક્રિન જોઇને મેં મારું બાળપણ વિતાવ્યું છે. એક મહાન કલાકારની નિશાની એ છે કે તેઓ તમને એવો અહેસાસ કરાવે છે કે જાણે તેઓ તમારા મિત્ર હોય.” વિવાને જણાવ્યું કે સ્ટાર કાસ્ટ તેમના પ્રત્યે ખૂબ સારી રહી હતી અને તે વર્ણવી પણ નથી શકતો કે તેના માટે તે સમય કેટલો યાદગાર છે. વિવાન આગળ જણાવે છે કે, “તેઓએ મને હંમેશા નાના ભાઇની જેમ રાખ્યો છે. હું મારા જીવનના છેલ્લા દિવસ સુધી તેમનો આભારી રહીશ.”
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર