મુંબઈ. વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh) હાલમાં રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીમાં (Khatron Ke Khiladi) જોવા મળી રહ્યો છે. પોતાના જોરદાર સ્ટન્ટથી લાગી રહ્યું છે કે તે ફિનાલેમાં દિવ્યાંકા ત્રિપાઠીને (Divyanka Tripathi) જોરદાર ટક્કર આપી શકે છે. બિગ બોસમાં પોતાની પર્સનલ લાઇફને લઈ ચર્ચામાં રહેનારા વિશાલને એ વાતની ખુશી છે કે દર્શકો તેની સાચી સાઇડને જોઈ શક્યા છે. હાલમાં તેણે બિગ બોસ-13 કન્ટેસ્ટન્ટ રહેલા સિદ્ધાર્થ શુક્લાના (Sidharth Shukla) નિધન બાદ તેની સાથે થયેલી છેલ્લી મુલાકાતને યાદ કરી.
બિગ બોસી 13માં (Bigg Boss 13) સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને ટીવી એક્ટર વિશાલ આદિત્ય સિંહ (Vishal Aditya Singh) બંને સાથે જોવા મળ્યા હતા. શો માં બંને વચ્ચે અનેકવાર મતભેદ જોવા મળ્યા હતા. આ મતભેદોના કારણે બંનેએ ઘરથી બહાર આવીને લાંબા સમય સુધી એક-બીજા સાથે વાત નહોતી કરી. હાલમાં વિશાલે જણાવ્યું કે, સિદ્ધાર્થના નિધનથી બે-ત્રણ દિવસ પહેલા જ તેને મળ્યો હતો.
બિગ બોસ-13 બાદ વાતચીત નહોતી થઈ
‘મિડ ડે’ સાથે વાતચીતમાં વિશાલ આદિત્ય સિંહે ખુલાસો કર્યો કે સિદ્ધાર્થના નિધનના બે-ત્રણ દિવસ પહેલા જ તેને મળ્યો હતો. તેણે જણાવ્યું કે, બિગ બોસ દરમિયાન બંને વચ્ચે ઘણા અણબનાવ થયો હતો જેના કારણે તેમણે એકબીજા સાથે વાતચીત નહોતી કરી. પરંતુ ખતરોં કે ખિલાડી 11માં તેની (વિશાલ)નું શાનદાર પર્ફોમન્સ જોઈને સિદ્ધાર્થે કોઈની પાસેથી તેનો નંબર લઈને ફોન કરી અઢળક વાતો કરી હતી.
ફોન પર અડધો કલાક વાત કરી
વિશાલે કહ્યું કે બંનેએ લગભગ અડધો કલાક ફોન પર વાત કરી. તેણે આ વાતચીતમાં કહ્યું કે, મેં અને સિદ્ધાર્થ ઘણી બધી બાબતોમાં એકબીજા જેવા છીએ. બિગ બોસ -13 બાદ અમે ક્યારેય મળવાનો પ્રયત્ન નહોતો કર્યો. સિદ્ધાર્થની માતા અને બહેને ખતરોં કે ખિલાડીમાં મારો પાણીનો સ્ટંટ જોયો હતો, જે મેં તરવાનું આવડતું ન હોવા છતાં કર્યો હતો. સિદ્ધાર્થે ત્યારબાદ મારો નંબર કોઈની પાસેથી લઈને મને ફોન કરીને કહ્યું હતું કે, તેં જે સ્ટન્ટ કર્યો તે હું ક્યારેય ન કરી શકું.
સિદ્ધાર્થના નિધનથી બે-ત્રણ દિવસ પહેલા થઈ હતી મુલાકાત
ત્યારબાદ આ દુખદ ઘટનાના બે-ત્રણ દિવસ પહેલા સિદ્ધાર્થે મેસેન કરીને વિશાલને મળવા માટે પણ કહ્યું હતું અને તે બંને ત્યારબાદ એક-બીજાને મળ્યા. હવે વિશાલનું કહેવું છે કે તે એ વાત પર વિશ્વાસ નથી મૂકી શકતો કે તે તેની સિદ્ધાર્થ સાથેની છેલ્લી મુલાકાત હતી.
સિદ્ધાર્થને મળ્યાના બે-ત્રણ દિવસ બાદ જ તેના નિધનના સમાચાર સામે આવ્યા, જે ખૂબ જ શોકિંગ હતા. હું ખૂબ ડિસ્ટર્બ છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સ્વર્ગમાં પણ સિદ્ધાર્થ એવો જ રહે, જેવો તે હતો. તેમણે જે મારા માટે કર્યું તેના માટે હું આભારી રહીશ અને આ ક્ષણ હંમેશા મારી સાથે રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર