Home /News /entertainment /વિરાટ-અનુષ્કાનાં લગ્નને 3 વર્ષ પૂર્ણ, સુંદર તસવીર પર ખોબલો ભરી મળ્યા વધામણાં
વિરાટ-અનુષ્કાનાં લગ્નને 3 વર્ષ પૂર્ણ, સુંદર તસવીર પર ખોબલો ભરી મળ્યા વધામણાં
વિરાટ કોહલીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરેલી તસવીર
વિરાટ કોહલી (Virat Kohli)એ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેણે તેનાં લગ્નની એક સુંદર તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'ત્રણ વર્ષ અને જીવનભરનો એક સાથ'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)નાં લગ્નને આજે 3 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. લગ્નની ત્રીજી વર્ષગાંઠ (Anushka Sharma-Virat Kohli weddinh Anniversary) સમયે વિરાટ કોહલીએ એક સુંદર તસવીરની સાથે પત્ની અનુષ્કા માટે એક મેસેજ લખ્યો છે. આ વર્ષગાંઠ બંને માટે ખુબજ ખાસ છે કારણ કે આવતા વર્ષે જાન્યુઆરીમાં પહેલી વખત માતા-પિતા બનવા જઇ રહ્યાં છે.
વિરાટ કોહલીએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે તેમનાં લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. અને લખ્યું છે કે, 'ત્રણ વર્ષ અને જીવનભરનો એક સાથ' આ તસવીર તેમનાં લગ્ન સમયની છે જેમાં લગ્નનાં લહેંગામાં અનુષ્કા ખુલીને હસતી નજર આવે છે.
વિરાટની આ પોસ્ટને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ કપલને લગ્નની ત્રીજી વર્ષગાંઠનાં ખોબલો ભરીને વધામણા આપી રહ્યાં છે. જોકે, અનુષ્કા તરફથી હજુ સુધી સોશિયલ મીડિયા પર તેમનાં લગ્નની વર્ષગાંઠ અંગે કોઇ પોસ્ટ શેર કરવામાં આવી નથી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં વિરાટે આ વાત કબૂલી હતી કે, તેણે ક્યારેય અનુષ્કાને ફોર્મનલ રીતે પ્રપોઝ કર્યું નથી.
11 ડિસેમ્બર 2017નાં બોલિવૂડ અને ક્રિકેટનાં દિગ્ગજ અનુષ્કા અને વિરાટે સૌનાંથી છુપાવીને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આ લગ્ન તેમણે ઇટાલીમાં કર્યા હતાં. જે તે વર્ષનાં સૌથી ચર્ચિત લગ્નમાંથી એક હતાં. બંનેનાં લગ્નમાં નિકટનાં લોકો અને મિત્રો જ હાજર હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ હતી.
આપને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને 17 ડિસેમ્બરનાં શરૂ થનારી પહેલી ટેસ્ટ બાદ તેઓ સ્વદેશ પરત આવશે. અને બાદમાં તે પેટરનિટી લિવ પર રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર