Home /News /entertainment /અનુષ્કા અને વિરાટે આ રીતે કર્યુ નવાં વર્ષનું સ્વાગત, વિરાટે શેર કર્યાં PHOTOS
અનુષ્કા અને વિરાટે આ રીતે કર્યુ નવાં વર્ષનું સ્વાગત, વિરાટે શેર કર્યાં PHOTOS
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
વિરાટ કોહલી (Virat Kohli)એ સોશિયલ મીડિયા પર બે ફોટો શેર કર્યાં છે અને તેનાં ફેન્સને નવાં વર્ષનાં વધામણાં આપ્યાં છે. આ ફોટોઝમાં વિરાટ કોહલીની સાથે અનુષ્કા (Anushka Sharma) પણ નજર આવી રહી છે. તસવીરોમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) પણ નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દુનિયામાં દરેક જગ્યાએ નવાં વર્ષની ઉજવણી થઇ રહી છે. ભારતમાં પણ લોકો 2020ને અલવિદા કહી દીધી છે અને 2021નું સ્વાગત કર્યું છે. સેલિબ્રિટીઝ પણ જશ્ન મનાવવામાં પાછળ નથી રહ્યાં. બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટીઝ તેમનાં સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. અને ફેન્સ તેમને વધામણા આપી રહ્યાં છે.
આ ફોટોમાં વિરાટ કોહલીની સાથે અનુષ્કા પણ નજર આવે છે. વિરાટ અને અનુષ્કાએ ન્યૂ યર ઇવ પર તેનાં મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું હતું. અને મિત્રો સાથેની તસવીર પણ શેર કરી છે. વિરાટે આ ફોટોની કેપ્શનમાં લખ્યું છે, જે મિત્રો સાથે નેગેટિવ હોય છે તે સાથમાં પોઝિટિવ સમય વિતાવે છે.
મિત્રોની સાથે સુરક્ષિત વાતાવરણમાં મળવાથી કંઇ વધારે નથી. આશા છે કે, આ વર્ષ ખુબ બધી ખુશીઓ અને સારુ સ્વાસ્થ્ય લઇને આવે. સુરક્ષિત રહો. હાર્દિક પંડ્યાએ પણ ઇન્સ્ટાગ્રામ પર મિત્રોની સાથે ફોટો પોસ્ટ કર્યા છે.
આ મહિને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બનવાનાં છે. હાલમાં જ હાર્દિક અને નતાશાએ દીકરાને જન્મ આપ્યો છે. તેમનાં દીકરાનું નામ અગત્સ્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર