Home /News /entertainment /Virat Kohli: કિશોર કુમારના બંગલામાં વિરાટ કોહલી ખોલશે રેસ્ટોરાં, કિશોરદાની ફેમિલી સાથે ફાઈનલ થઈ ડીલ

Virat Kohli: કિશોર કુમારના બંગલામાં વિરાટ કોહલી ખોલશે રેસ્ટોરાં, કિશોરદાની ફેમિલી સાથે ફાઈનલ થઈ ડીલ

વિરાટ કોહલીએ કિશોર કુમારનો બંગલો લીધો ભાડે

Virat Kohli Restaurant Business: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી એક નવો બિઝનેસ ખોલવાની તૈયારીમાં છે. વિરાટ એક બીજી રેસ્ટોરાં ખોલવાની પ્લાનિંગ કરી રહ્યો છે, જેના માટે તેણે દિવંગત એક્ટર-સિંગર કિશોર કુમારનો મુંબઈના જુહૂવાળા બંગલાને લીઝ પર લીધો છે.

વધુ જુઓ ...
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી એક નવો બિઝનેસ ખોલવાની તૈયારીમાં છે. વિરાટ એક બીજી રેસ્ટોરાં ખોલવાની પ્લાનિંગ કરી રહ્યો છે, જેના માટે તેણે દિવંગત એક્ટર-સિંગર કિશોર કુમારનો મુંબઈના જુહૂવાળા બંગલાને લીઝ પર લીધો છે. ઈ-ટાઈમ્સના અનુસાર, વિરાટ એક હાઈ ગ્રેડ રેસ્ટોરાં ખોલવાનો છે. રેસ્ટોરાંનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આવતા મહિને આ રેસ્ટોરાં શરૂ થવાની સંભાવના છે.

વિરાટે 5 વર્ષ માટે લીઝ પર લીધો બંગલો


કિશોર કુમારના દીકરા અમિત કુમારે પણ આ વાતને કન્ફર્મ કરતા કહ્યું કે, થોડા મહિના પહેલા સુમિત કુમાર (કિશોર કુમાર અને લીના ચંદરાવરકરનો દીકરો)ની વિરાટ કોહલી સાથે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે બંગલો ભાડે આપવા બાબતે વાતચીત થઈ હતી. હવે આખરે આ બંગલો 5 વર્ષ માટે વિરાટને ભાડે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- બબીજાજી કરતાં પણ બોલ્ડ છે તારક મહેતાની આ એક્ટ્રેસ, બ્લાઉઝ વગર પહેરી લીધી સાડી

વિરાટ 900 કરોડથી વધારે સંપત્તિનો માલિક છે


વિરાટની વાત કરીએ તો તે દુનિયામાં સૌથી વધુ કમાણી કરતા ખિલાડીઓની લિસ્ટમાં 61મા નંબર પર છે. વર્તમાન સમયમાં વિરાટ 30થી વધુ બ્રાન્ડ ઈન્ડોર્સ કરી રહ્યો છે. બ્રાન્ડ, IPL અને મેચ ફી સહિત વિરાટ 200 કરોડ રૂપિયાથી વધારે કમાય છે. વિરાટની નેટવર્થ 900 કરોડથી વધારે છે.

વિરાટ કોહલી ઘણા બિઝનેસનો માલિક છે


વિરાટે આ પહેલા પણ ઘણા બિઝનેસમાં ઈન્વેસ્ટ કર્યું છે. તે UAE Royals (ટેનિસ ટીમ)નો કો-ફાઉન્ડર છે. તે સિવાય તે One8 Commune નામના રેસ્ટોબારનો માલિક છે. તે Wrogn બ્રાન્ડનો પણ કો-ફાઉન્ડર છે. સાથે જ વિરાટ ઈન્ડિયન સુપર લીગમાં રમાતી ટીમ FC Goaનો કો-ફાઉન્ડર છે.

13 ઓકટોબર 1987ના રોજ કિશોર કુમારનું નિધન થયું હતું


કિશોર કુમારની વાત કરીએ તો તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમનું 35 વર્ષ પહેલા (13 ઓક્ટોબર 1987)ના રોજ નિધન થઈ ગયું હતું. તેમણે પોતાની કરિયરમાં લગભગ 110 મ્યુઝિક ડાયરેક્ટર્સની સાથે 2678 ફિલ્મોમાં ગીતો ગાયા હતા. કિશોરદાએ લગભગ 88 ફિલ્મોમાં એક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
First published:

Tags: વિરાટ કોહલી