એરપોર્ટ પર અનુષ્કા લથડિયા ખાતી જોવા મળી, ગુસ્સે થયેલા વિરાટ કોહલીએ જેમ તેમ કરી એક્ટ્રેસને સંભાળી
એરપોર્ટ પર અનુષ્કા લથડિયા ખાતી જોવા મળી, ગુસ્સે થયેલા વિરાટ કોહલીએ જેમ તેમ કરી એક્ટ્રેસને સંભાળી
એરપોર્ટ પર અનુષ્કાની વિચિત્ર હરકતો કેમેરામાં કેદ.
પાવરફુલ કપલ્સમાં સામેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એરપોર્ટ પર જોવા મળ્યા. જ્યાં અનુષ્કા શર્માની અજીબ હરકતો ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ થઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરનો છે.
પાવરફુલ કપલ્સમાં સામેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એરપોર્ટ પર જોવા મળ્યા. જ્યાં અનુષ્કા શર્માની અજીબ હરકતો ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ થઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરનો છે.
અનુષ્કા શર્માનો લેટેસ્ટ વીડિયો
આ દરમિયાન અનુષ્કા શર્મા પોતાના અલગ જ મૂડમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં ફેન્સની સાથે સાથે વિરાટ પણ હેરાન જોવા મળ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અનુષ્કા બાળકો જેવી હરકતો કરી રહી છે અને વિરાટ તેને સંભાળતો જોવા મળે છે અને તેનું માસ્ક પણ પડી જાય છે.
એરપોર્ટ લુકમાં બંને સેલેબ્સ કૂલ લુકમાં જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ શોર્ટ્સમાં કેપ પહેરીને ફંકી લુક કેરી કર્યો હતો, જ્યારે અનુષ્કા શર્માએ પણ ફંકી જીન્સ અને ટીશર્ટ પહેરી હતી. બંનેએ વ્હાઈટ કલરના શૂઝ પહેર્યા હતા. હંમેશાંની જેમ આ વખતે પણ કપલે પોતાની કેમિસ્ટ્રીથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
અનુષ્કા પર વિરાટને આવ્યો ગુસ્સો
આ પછી વિરાટે પરિસ્થિતિને સંભાળતા અનુષ્કા સાથે પોઝ આપ્યો અને પછી તેને કારમાં બેસવાનું કહ્યું. આ દરમિયાન વિરાટ કોહલીના ચહેરા પર ગુસ્સાના હાવભાવ પણ સ્પષ્ટ જોવા મળે છે.
વિરાટ અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે, નેટીઝન્સ અનુષ્કાના આ વલણ પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે વિરાટ કોહલીને જેન્ટલમેન કહી રહ્યા છે. વિરાટ અનુષ્કાના આ વીડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા મહિલા સ્પોર્ટ્સપર્સન ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ સિવાય એક્ટ્રેસ ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર