'વિરૂષ્કા'ની મહેંદીથી લગ્ન સુધીની ખૂબસૂરત તસવીરો અને વીડિયો ટ્વિટર પર થઈ રહ્યાં છે ટ્રેન્ડ

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 21, 2017, 6:05 PM IST
'વિરૂષ્કા'ની મહેંદીથી લગ્ન સુધીની ખૂબસૂરત તસવીરો અને વીડિયો ટ્વિટર પર થઈ રહ્યાં છે ટ્રેન્ડ

  • Share this:
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઈટલીમાં જીવનસાથી બની ગયા છે. બંનેએ સોમવારે ઈટાલીના હેરિટેજ રિસોર્ટ ટસ્કનીમાં લગ્ન કર્યા હતાં. ટ્વિટર પર જ્યારથી આની ખબર આવી છે ત્યારે તેમના મિત્રોએ લગ્નના નાના નાના ખૂબસૂરત વીડિયો અને તસવીરો શેર કરવાની શરૂ કરી દીધી છે. ટ્વિટર પરની થોડી મજેદાર પોસ્ટમાંથી થોડી ટ્વિટસ જોઈએ.ખબર એવી પણ છે કે તેઓ મુંબઈમાં 21 ડિસેમ્બરે સંબંધીઓને અને 26 ડિસેમ્બરે બોલિવૂડ તથા ક્રિકેટર્સને રિસેપ્શન પણ આપવાના છે. એવી પણ ઘણી વાતો ચર્ચાઈ રહી છે કે આ લગ્નમાં આવનાર બધા જ મહેમાનો પાસે નોન ડિસ્ક્લોઝર ફોર્મ પર પણ સિગ્નેચર કરાવવામાં આવ્યા છે, જેથી કોઈને આ વિશે ખબર ના પડી શકે.લગ્નમાં કેટરિંગના કામ કરનારાઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી કે, આ વિશે કોઈના પણ સાથે વાતચીત કરવી નહી, જો બહાર વાત જશે તો તમારા કોન્ટ્રાક્ટને કેન્સલ કરી દેવામાં આવશે.આમ તો ફેન્સ માટે ખુશખબરી છે કે, હવે વિરુષ્કા અંતે એક થઈ ગયા છે, પરંતુ આશ્ચર્યની વાત તે છે કે, બધાની નજર 12 ડિસેમ્બર પર હતી, પરંતુ ચોરી-ચૂપકે બંનેને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા.First published: December 12, 2017, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading