વિરાટ-અનુષ્કાથી લઈને શાહરૂખ-ગૌરી સુધી, બોલિવૂડ સેલેબ્સે આ સ્થળોએ માણ્યું છે હનીમૂન

બોલિવૂડ સેલેબ્સનું પસંદગીનું હનીમૂન સ્થળ

બોલિવૂડ કપલના લગ્નની ચર્ચા પાછળ લગ્ન સ્થળ અને હનીમૂનનું સ્થળ પણ કારણભૂત હોય છે. ચાહકો આવી વસ્તુઓ અંગે જાણવા ઇચ્છુક હોય છે. ભૂતકાળમાં પણ બોલિવડ કપલના હનીમૂનને લઈ ચાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતા

 • Share this:
  બોલિવૂડમાં લગ્નગાળો (Wedding season in Bollywood) શરૂ થયો હોવાનો માહોલ છે. તાજેતરમાં રાજકુમાર રાવ - પત્રલેખા તેમજ આદિત્ય સીલ અને અનુષ્કા રંજન જેવા ઘણા કલાકારોએ સમયમાં લગ્ન કર્યા છે. જ્યારે આગામી ડિસેમ્બરમાં કેટરીના કૈફ અને વિકી કૌશલ (Katrina Kaif and Vicky Kaushal wedding)ના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

  બોલિવૂડ કપલના લગ્નની ચર્ચા પાછળ લગ્ન સ્થળ અને હનીમૂનનું સ્થળ પણ કારણભૂત હોય છે. ચાહકો આવી વસ્તુઓ અંગે જાણવા ઇચ્છુક હોય છે. ભૂતકાળમાં પણ બોલિવડ કપલના હનીમૂનને લઈ ચાહકોનો ઉત્સાહ જોવા મળ્યો હતા. આજે આપણે અહીં બોલિવૂડના જાણીતા બોલિવૂડ કપલના હનીમૂન ડેસ્ટિનેશન અંગે ચર્ચા કરીશું.

  અભિષેક અને એશ્વર્યા

  અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચને હનીમૂન યુરોપમાં ગાળ્યું હતું. આ સાથે ઐશ્વર્યાએ અભિષેક સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપી હતી.

  સૈફ અને કરીના

  સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લગ્ન લાંબા સમય સુધી ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા. તેમણે 2012માં લગ્ન કર્યા હતા. તેઓ રોમેન્ટિક હનીમૂન માટે સ્વિત્ઝર્લેન્ડના Gstaad ગયા હતા. કરીના અને સૈફને બરફથી ઢંકાયેલા પર્વતો, સ્વિત્ઝર્લેન્ડના મનોહર દૃશ્યો ખૂબ પ્રિય રહ્યા છે.

  શાહરુખ અને ગૌરી

  કિંગ ખાન અને ગૌરીના લગ્નને 30 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. બંનેએ 1991માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ જીવનમાં આવેલા પડકરોનો બંનેએ સાથે મળી સામનો કર્યો છે. શાહરુખે લગ્ન બાદ ગૌરીને હનીમૂન માટે વિદેશ લઈ જવાનો વાયદો કર્યો હતો. પણ તે સમયે તે કામ શોધતો હતો, જેથી તે શક્ય બન્યું નહીં. અલબત્ત તેં પેરિસમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગૌરીને સાથે લઈ ગયો હતો.

  શહીદ અને મીરા

  શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન પણ ચર્ચાનો વિષય રહ્યા હતા. તેમણે લગ્ન બાદ હનીમૂન લંડનમાં માણ્યું હતું.

  રાજ અને શિલ્પા

  રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રાએ તેમના હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પ્રેમીઓનું સ્વર્ગ ગણાતા બહામાસને પસંદ કર્યું હતું. કુદરતી સુંદરતાથી ભરપૂર આ પ્રદેશ નવપરણિત દંપતીઓને સૌથી રોમેન્ટિક વાતાવરણ પૂરું પાડે છે.

  આ પણ વાંચોજ્યારે સલમાન ખાનના પિતા સલીમ ખાનને પ્રોડ્યુસરે ઘરની બહાર ધકેલી દીધા હતા, ખુદ કર્યો ખુલાસો

  વિરાટ અને અનુષ્કા

  વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન મુદ્દે પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. તેઓ હનીમૂન માટે ફિનલેન્ડ ગયા હતા. વિરાટ અને અનુષ્કાએ હનીમૂન અંગેની મોટાભાગની જાણકારી ઉપર પડદો રાખ્યો હતો.
  First published: