Home /News /entertainment /વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આધ્યાત્મના શરણે, ઋષિકેષમાં પીએમ મોદીના ગુરુના લીધા આશિર્વાદ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આધ્યાત્મના શરણે, ઋષિકેષમાં પીએમ મોદીના ગુરુના લીધા આશિર્વાદ

ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા ઋષિકેષમાં પીએમ મોદીના ગુરુના લીધા આશિર્વાદ

Virat Kohli Anushka Sharma in Rishikesh: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચની સીરીઝ પહેલા દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ફરી એકવાર આધ્યાત્મની શરણમાં પહોંચ્યો છે. તે પોતાની પત્ની અને દીકરી વામિકા સાથે યોગનગરી ઋષિકેષમાં છે અને અહીં યજ્ઞ-હવન અને ભંડારો કરાવશે.

વધુ જુઓ ...
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) એ ઋષિકેશમાં આધ્યાત્મિક યાત્રા (Rishikesh) ની શરૂઆત કરી છે. મંગળવારે સ્વામી દયાનંદ ગિરીના આશ્રમમાંથી તેમનો ફોટો વાયરલ થયા બાદ ANI દ્વારા આ બાબતની જાણ કરવામાં આવી હતી.

વિરાટ અને અનુષ્કા તેમની ધાર્મિક યાત્રાઓ દરમ્યાન તેમની પુત્રી વમિકાને પણ સાથે રાખતા હોય છે, જો કે ફોટોમાં વમિકા નજરે ન પડતા આ વખતે તે બન્નેના સાથે છે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ પણ વાંચો :  અથિયા શેટ્ટી-કેએલ રાહુલે સંગીત-મહેંદી સેરેમનીમાં મચાવી ધૂમ, જુઓ કપલનું ખૂબસૂરત વેડિંગ આલ્બમ

નવા ફોટામાં અનુષ્કા અને વિરાટ કોહલી આશ્રમમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. અનુષ્કાએ ગ્રે અનારકલી સૂટ પહેર્યો હતો, ત્યારે વિરાટે કાળા પેન્ટ અને શાલ સાથે સફેદ ફ્લફી સ્વેટર પહેર્યુ હતું. ANI મુજબ, આ કપલ આશ્રમમાં જાહેર ધાર્મિક વિધિઓમાં ભાગ લે તેવી શક્યતા છે. તેમના દ્વારા ભંડારાનુ પણ આયોજન કરવામાં આવશે.

આ દરમિયાન ક્રિકેટર વિરાટે આશ્રમમાં અન્ય લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ઋષિકેશના આશ્રમમાં પહોંચતા પહેલા તેઓ વૃંદાવનમાં જોવા મળ્યા હતા. આ દંપતીએ બાબા નીમ કરોલીના આશ્રમની મુલાકાત લીધી હતી અને વામિકા પણ તેમની સાથે જોવા મળી હતી. અહેવાલ મુજબ, તેઓએ આશ્રમમાં ધ્યાન કરવામાં અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં સમય વિતાવ્યો. વિરાટ અને અનુષ્કા બાબા નીમ કરોલીમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે.

આ વખતે તેઓએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા સ્વામી દયાનંદ ગિરીના આશ્રમની મુલાકાત લીધી હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 તરીકે પણ જાણીતી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના બે સ્થાનો નક્કી કરાશે. ટોચની ટીમોને જૂનમાં ઓવલ ખાતે રમાનારી વન-ઑફ ચેમ્પિયનશિપ ગેમ માટે પ્લેઓફમાં સ્થાન મળશે.

આ પણ વાંચો :  TMKOC: આવો છે જેઠાલાલનો રીયલ લાઇફ પરીવાર, ખૂબ જ સુંદર છે દિલીપ જોશીની પત્ની

જણાવી દઈએ કે લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અનુષ્કાએ વર્ષ 2017માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. તેઓએ ઇટાલીમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. આ સમારોહમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. બાદમાં અનુષ્કા અને વિરાટે 11 જાન્યુઆરી, 2021ના ​​રોજ તેમની પુત્રી વામિકા કોહલીનું સ્વાગત કર્યું. વિરાટ અને અનુષ્કા સોશિયલ મિડીયામાં વામિકાના ફોટા શેર કરવાનું ટાળે છે.



અનુષ્કા આગામી બાયોપિક ચકડા એક્સપ્રેસમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તેણે આ ફિલ્મ માટે કોલકાતા અને યુકેમાં શૂટિંગ કર્યું હતું. અનુષ્કા છેલ્લે ગત વર્ષે નેટફ્લિક્સ ફિલ્મ કલામાં જોવા મળી હતી, જેમાં ઘોડે પે સવાર ગીતમાં તેણે કેમિઓ કર્યો હતો. અનુષ્કા છેલ્લે વર્ષ 2018માં શાહરૂખ અને કૈટરિના સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી.
First published:

Tags: Anushka Sharma, Captain virat kohli, Vamika, Virat Anushka

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો