વિરાટ-અનુષ્કાના લગ્નને થયા ચાર વર્ષ: 'વિશ્વના શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા', અનુષ્કાએ શેર કરી ખાસ વાતો
વિરાટ-અનુષ્કાના લગ્નને થયા ચાર વર્ષ: 'વિશ્વના શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા', અનુષ્કાએ શેર કરી ખાસ વાતો
વિરાટ-અનુષ્કાના લગ્નને ચાર વર્ષ થયા
Virat Kohli Anushka Sharma marriage Anniversary: અનુષ્કા શર્મા (Anushka Sharma) એ કહ્યું, તે વિરાટ કોહલી (Virat Kohli) ને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પુરૂષ માને છે. અમે ક્વોરન્ટાઇનના કારણે સાથે સમય વિતાવી શક્યા
પાવર કપલ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ હાલમાં જ તેમના લગ્ન જીવનના 4 વર્ષ (4th Marriage Anniversary)પૂર્ણ કર્યા છે. ઇટલીમાં પરીવાર અને અંગત મિત્રોની હાજરીમાં આ કપલે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. વિરાટ જણાવે છે કે અનુષ્કાએ તેનું જીવન વધુ સારું બનાવ્યું છે. અનુષ્કા તેની ગર્લફ્રેન્ડ હતી ત્યારથી લઇને તેની પુત્રી વામિકા (Daughter Vamika)ની માતા બની ત્યાં સુધી તેના ક્રિકેટર પતિને મેચમાં ચીયર કરતી રહી છે.
વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા – અનુષ્કા
અનુષ્કા અને સુઈ ધાગાના કો-સ્ટાર વરુણ ધવન ફિલ્મ ક્રિટીક અનુપમા ચોપરા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, તે અને વિરાટ તેમની કારકિર્દીના સારા-નરસા પડાવોનો સામનો કેવી રીતે કરે છે. જવાબમાં અનુષ્કા જણાવે છે કે, અમે સફળતા અને નિષ્ફળતાને ગંભીરતાથી લેતા નથી. તેણે કહ્યું કે તેઓ સાદું જીવન જીવવામાં માને છે. વધુમાં અનુષ્કાએ જણાવ્યું કે, મેં વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા છે.
'ક્વોરન્ટાઇનના કારણે સાથે સમય વિતાવી શક્યા'
અનુષ્કા શર્મા પુત્રીને જન્મ આપ્યા બાદ માતા તરીકનો રોલ પણ નિભાવી રહી છે. કોરોના વાયરસના કારણે લાગેલા લોક ડાઉનના લીધે કપલ એકબીજા સાથે વધુ સમય વીતાવી શક્યા હતા. અનુષ્કાએ જણાવ્યું કે, લોકડાઉનના કારણે અમે સાથે વધુ સમય વિતાવી શક્યા કારણ કે વિરાટ કોઇ મેચ રમી રહ્યો નહતો કે ન તો વિદેશ પ્રવાસે હતો. હું તે સ્થિતિમાં તેનો સાથ આપી શકું તેમ નહોતી. પહેલા 3 મહિના મારા માટે ખૂબ મુશ્કેલ હતા. તે હંમેશા મારી સાથે હતો અને મારો ચીયરલીડર બન્યો તે એક સુખદ અનુભવ હતો.
'અમે એકબીજામાં શાંતિ મેળવીએ છીએ'
અનુષ્કા શર્મા લગ્ન પછી બોલિવૂડથી દૂરી બનાવી લીધી છે અને તેના ફિલ્મી કરિયરને પણ છોડી દીધું છે. તેણી જણાવે છે કે લગ્ન પછી તેણે એક બ્રેકની જરૂર હતી. વિરાટ સાથે સમય વિતાવવા પણ મુશ્કેલ છે કારણ કે તે પણ મેચ માટે વર્ષમાં મોટા ભાગે પ્રવાસ પર હોય છે. ફિલ્મફેરમાં અનુષ્કાએ જણાવ્યું કે, જ્યારે અમે એકબીજા સાથે હોય છીએ તો અમે દુનિયાની પરવાહ કરતા નથી. અમને એકબીજામાં શાંતિ મળે છે.
આ વર્ષે વિરાટ કોહલીના જન્મદિવસ પર અનુષ્કા શર્માએ સોશ્યલ મીડિયા પર બંનેની તસવીર શેર કરી એક સુંદર કેપ્શન નોટ લખી હતી. તેણીએ લખ્યું કે, હું જાણું છું કે આપણે સોશ્યલ મીડિયા દ્વારા વધુ વાતો કરતા નથી. પરંતુ ક્યારેક હું જોરશોરથી લોકને કહેવા માંગુ છું કે તુ કેટલો સારો માણસ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર