લગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 21, 2017, 6:01 PM IST
લગ્ન પછી 'વિરૂષ્કા' પહોંચ્યા હનીમૂન કરવા, જાણો કયુ છે ડેસ્ટિનેશન

  • Share this:
દુનિયાને 12 ડિસેમ્બરની તારીખમાં આપીને એક દિવસ પહેલા લગ્ન કર્યા પછી સસ્પેન્સ હતું 'વિરૂષ્કા'નું હનીમુન ડેસ્ટિનેશન. પરંતુ હવે તેના પરથી પણ પડદો ઉઠી ચુક્યો છે. રોયલ વેડિંગ પછી અનુષ્કા અને વિરાટ પોતાના હનીમૂન માટે ઈટલી જવા રવાના થઈ ગયા છે. જો કે આ પહેલા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ બેન્ને હનીમૂન માટે સાઉથ આફ્રિકા જશે. ત્યાં વિરાટની ક્રિકેટ સીરીઝ છે. આ પછી ભારત આવીને બંન્ને રિસેપ્શન આપવાના હતાં.

લાગે છે કે લગ્નની તારીખની જેમ હનીમૂન ડેસ્ટિનેશનમાં પણ લોકોના અનુમાનને તેઓ ખોટું પાડશે. એટલે તેમણે લગ્ન પછી દુનિયાની એકદમ ખૂબસૂરત જગ્યામાંથી એક રોમમાં હનીમૂન કરવાનો નિર્ણય લીધો છે. જો કે સૂત્રો પ્રમાણે લગ્ન પછી આ જોડી ઈટલીના ખૂબસૂરત શહેર ટસ્કનીમાં પણ ફરતા દેખાયા હતાં.

રોમ પછી અનુષ્કા અને વિરાટની સાથે સાઉથ આફ્રિકા જશે. જ્યાં તેઓ ન્યૂ યર પણ સાથે જ ઉજવશે. ત્યાંથી જાન્યુઆરીમાં બંન્ને સાથે આવશે. જે પછી અનુષ્કા શાહરૂખ સાથે આનંદ એલ રાયની ફિલ્મની શૂટિંગ પણ શરૂ કરશે. જેના પછી ફેબ્રુઆરીમાં તેને વરૂણ ઘવન સાથેની ફિલ્મ 'સૂઈઘાગા' પણ શરૂ કરશે. આ વચ્ચે તેના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'પરી'ના પ્રમોશનનું કામ પણ શરૂ થઈ જશે.
First published: December 13, 2017, 2:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading