Home /News /entertainment /

અનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ

અનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ

વિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે.

વિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે.

મુંબઈ: વિરાટ અને અનુષ્કા ઓફિશિયલી વિરૂષ્કા બનવા જઈ રહ્યાં છે. બંનેની લવ સ્ટોરી પણ ખુબ જ ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે અનુષ્કાની કઈ-કઈ આદત છે વિરાટને નથી ગમતી. આવું અમે નથી કહી રહ્યાં પરંતુ ખુદ વિરાટે જ આ વાતનો ખુલાસો કર્યો છે.

થોડા દિવસો પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી એક ચેટ શોના શૂટિંગમાં દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં ચેટ શોમાં બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ હાજર હતાં.

આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને આમિર ખાન વચ્ચે ઘણી બધી વાતો થઈ. જેમાં અનુષ્કાને લઈને વિરાટે પોતાની ફીલીંગ્સ શેર કરી. આમિરે જ્યારે પૂછ્યું કે ગર્લફ્રેન્ડની એક સારી વાત અને એક ખરાબ વાત કહે. ત્યારે કોહલીએ જવાબ આપતા કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ ખુબ જ ઇમાનદાર અને કેરીંગ નેચરવાળી છે.

જ્યારે તેની ખામી બતાવવાની વાત કરી ત્યારે વિરાટે કહ્યું કે અનુષ્કાનું સમય કરતા મોડું આવવું એ મને બિલકુલ પસંદ નથી. વિરાટે કહ્યું કે તેમની ગર્લફ્રેન્ડ હંમેશા નક્કી કરેલા સમય કરતાં થોડીક મોડી આવે છે.

ત્યારે જોવું તો એ રહે છે કે અનુષ્કા લગ્ન બાદ સમયસર કામ પુરા કરે છે કે કેમ.
First published:

Tags: Anushka Sharma, Anushka virat wedding, Virat kohali

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन