જાણો કેટલી પ્રોપ્રટી છે વિરાટ-અનુષ્કા પાસે?

Margi | News18 Gujarati
Updated: December 21, 2017, 6:10 PM IST
જાણો કેટલી પ્રોપ્રટી છે વિરાટ-અનુષ્કા પાસે?
વિરાટ કોહલી હામલાં 18 બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. તે દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરની લિસ્ટમાં શામેલ થાય છે. આ સાથે જ તે આશરે 390 કરોડ રૂપિયાનો માલિક છે.

વિરાટ કોહલી હામલાં 18 બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. તે દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરની લિસ્ટમાં શામેલ થાય છે. આ સાથે જ તે આશરે 390 કરોડ રૂપિયાનો માલિક છે.

  • Share this:
મુંબઇ: વિરાટ કોહલી હામલાં 18 બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે. અને તે દરેક બ્રાન્ડ તરફથી 5થી 8 કરોડ રૂપિયા ફી વસુલે છે. તે દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરની લિસ્ટમાં શામેલ થાય છે. આ સાથે જ તે આશરે 390 કરોડ રૂપિયાનો માલિક છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નની ખબરો વચ્ચે આપને જણાવી દઇએ કે આ જોડી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહી છે. બંને તેમનાં ફિલ્ડની દમદાર વ્યક્તિઓ છે. આ જોડી સાથે મળીને કૂલ 600 કરોડથી વધુની સંપત્તિની માલિક છે.

અનુષ્કા શર્મા બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં શામેલ છે શાહરૂક ખાન સાથે રબને બનાદી જોડી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી અનુષ્કા શર્મા હાલમાં એક ફિલ્મનાં 5 કરોડ રૂપિયા વસુલે છે. જ્યારે તે એક બ્રાન્ડ માટે 4 કરોડ રૂપિયાની ફી વસુલે છે. 36 કરોડ રૂપિયાનું તેનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે. તે ઉપરાંત તેની પાસે પાંચ કરોડ રૂપિયાની ચાર લગ્ઝુરિયસ કાર્સ પણ છે.

વિરાટ પાસે આશરે 42 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે જેમાંથી 18 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટમાં શામેલ છે. તેમની પાસે દિલ્હી અને મુંબઇમાં બે આલીશન ઘર છે. અને છ લગ્ઝુરિયસ કારનાં તે માલિક છે. ગાડીની કિંમત આશરે 9 કરોડ રૂપિયા છે. BCCIએ એ કેટેગરીનો બેટ્સમેન છે સાથે જ તે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો પણ ટીમ મેમ્બર છે જેનાં તરફથી તેને 15 કરોડ રૂપિયા મળે છે.

આ સમયે વિરાટ કોહલી ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર છે અને તે કારણે જ તેનાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ પણ છે. ફોર્બ્સ મેગેઝીનની લિસ્ટ પ્રમાણે કોહલી બ્રાન્ડ વેલ્યૂ મામલે દુનિયાનો સાતમાં નંબરનો સ્પોર્ટ્સ પર્સન છે. તેણે આ લિસ્ટમાં સ્ટાર ફૂટબોલર લિયાનેલ મેસ્સીને પણ પછાડી દીધો છે.
First published: December 10, 2017, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading