Home /News /entertainment /Vamika Birthday: 2 વર્ષની થઇ વિરાટ-અનુષ્કાની લાડલી વામિકા, એક્ટ્રેસ શેર કરી ઇમોશનલ પોસ્ટ
Vamika Birthday: 2 વર્ષની થઇ વિરાટ-અનુષ્કાની લાડલી વામિકા, એક્ટ્રેસ શેર કરી ઇમોશનલ પોસ્ટ
અનુષ્કાએ શેર કર્યો વામિકાનો ક્યૂટ ફોટો
અનુષ્કા વિરાટની (Anushka Virat )દીકરી વામિકા (Vamika Birthday) 11 જાન્યુઆરીએ તેનો બીજો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.આ ખાસ દિવસે અનુષ્કાએ વામિકા સાથેનો એક ક્યૂટ ફોટો શેર કર્યો અને આવી પોસ્ટ લખી જે વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)ની લાડલી દિકરી વામિકા (Vamika) બે વર્ષની થઇ ગઇ છે. આ બંનેએ હજુ સુધી સત્તાવાર રીતે વામિકાનો ચહેરો (Vamika Face Reveal) કોઈને બતાવ્યો નથી. પરંતુ સતત દીકરીના ફોટા પોસ્ટ કરી રહ્યા છે. આ સાથે જ અનુષ્કા શર્માએ વામિકાના જન્મદિવસ (Vamika’s Second Birthday) પર એક ક્યૂટ ફોટો શેર કર્યો છે.
આ ફોટો શેર કરતી વખતે અનુષ્કા શર્માએ એવી પોસ્ટ લખી છે કે તે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. એક્ટ્રેસે આ ફોટો શેર કરતા જ વામિકા પર ફેન્સ અને સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કપલે ઓફિશ્યલી હજુ સુધી પુત્રી વામિકાનો એવો ફોટો ઓફિશ્યલી પોસ્ટ કર્યો નથી, જેમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પુત્રી અનુષ્કા શર્મા હવે બે વર્ષની થઇ ગઇ છે. વામિકાના બીજા બર્થ ડે પર અનુષ્કાએ વામિકાને લાડ લડાવતો ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં અનુષ્કા વામિકાને છાતી પર પકડીને હસતી જોવા મળી રહી છે. ફોટોમાં અનુષ્કાનો થોડો ચહેરો પણ દેખાય છે અને વામિકાનો ચહેરો હંમેશાની જેમ કેમેરા સાઇડમાં નથી હોતો. આ ફોટો જોઇને લાગે છે કે તે કોઇ ગોર્ડનમાં છે.
અનુષ્કા શર્માએ આ સુંદર ફોટો શેર કરી કેપ્શન આપ્યું છે કે, બે વર્ષ પહેલા મારા હ્યદયમાં પ્રેમ માટે જગ્યા થોડી વધી ગઇ હતી. આ સાથે હાર્ટવાળું ઇમોજી શેર કર્યુ છે. અનુષ્કાની આ પોસ્ટ પર વિરાટ કોહલીએ કમેન્ટમાં 5 હાર્ટવાળું ઇજી શેર કર્યું છે. આ સિવાય ગૌહર ખાને પણ હાર્ટવાળા આઇકન શેર કર્યા છે. જ્યારે નીતિ મોહને કમેન્ટ કરી લખ્યું કે, બીજો જન્મદિવસ ખૂબ ખૂબ મુબારક વામિકા..ખૂબ પ્રેમ અને આશીર્વાદ.
અનુષ્કા-વિરાટની નો-ફોટો પોલિસી
અનુષ્કા અને વિરાટની પુત્રી બે વર્ષની થઇ ગઇ છે. પરંતુ કપલે પુત્રી વામિકાનો ફોટો ક્લિક કરવા માટે પાપારાઝીને કડકાઇ સાથે મનાઇ ફરમાવી દીધી છે. આ બંનેએ વામિકા માટે નો-ફોટો પોલિસી અપનાવી છે. જોકે, આ બંને સિતારાઓ સિવાય સોનમ કપૂર સહિત અનેક સ્ટાર્સે પણ પોતાના બાળકો માટે આ પોલિસી ફોલો કરવાનું નક્કી કર્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર