VIDEO: મંત્રી હોય તો આવા! મોદી સરકારના આ યુવા મિનિસ્ટરે ગાયું કિશોર કુમારનું ગીત, થયું Viral

કિશોર કુમારના અંદાજમાં દેશના યુવાન મંત્રી કિરણ રિજીજુએ જ્યારે તેરે જેસા યાર કહા ગીત ગાયું તો લોકોને ખૂબ ગમ્યો આ અંદાજ

Kiren Rijiju Kirshore Kumar Song Video : જ્યારે કિશોર કુમારના અંદાજમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ગાયું ‘તેરે જૈસા યાર કહાં...’ અધિકારીઓ થઈ ગયા ખુશખુશાલ

  • Share this:
    નવી દિલ્હી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ (Kiren Rijiju) ખરેખર હરફનમૌલા છે. તેઓ મંત્રી હોવા ઉપરાંત એક પર્ફોમર તરીકે પણ કૌશલ્ય ધરાવે છે. ફિટનેસની (fitness of Kiren Rijjiju)વાત કરીએ તો તેઓ 50ની વયે પણ યુવાનો જેવી સ્ફૂર્તિ ધરાવે છે. રિજિજૂ ફિટનેસને લઈને ઘણી વખત ચર્ચામાં રહે છે. તો ગાયકી મામલે (singing of Kiren Rijiju) પણ તેઓ પાવરધા છે. તેઓ ગીત એ રીતે ગાય છે જાણે વર્ષો સુધી સંગીતની સાધના કરી હોય. તેમને ગાતા જોઈને ખ્યાલ આવે છે કે તેમને સૂરોની સમજ છે. કિરણ રિજિજૂનો એક વિડીયો (Viral  Video of Kiren Rijiju) હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કિશોર કુમારના જાણીતાં ગીત ‘તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના, યાદ કરેગી દુનિયા, તેરા-મેરા અફસાના’ પર (Kiren Rijiju Sang Tere Jesa Yar kahan Kishore Kumar song) પરફોર્મ કરી રહ્યા છે.

    ‘યારાના’ ફિલ્મના અને અમિતાભ બચ્ચન પર ફિલ્માવામાં આવેલા આ ક્લાસિક ગીતને કિરણ રિજિજૂએ આગવા અંદાજમાં ગાયું હતું. તેમણે ગીત ગાતો પોતાનો વિડીયો ખુદ ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં તેઓ કિશોર કુમારે ગાયેલા ગીતને કોઈ પ્રોફેશનલ સિંગરની જેમ સૂરીલા અંદાજમાં રજૂ કરતા દેખાય છે.



    વાત એમ છે કે, કાયદા મંત્રી કિરણ રિજિજૂએ અરુણાચલ પ્રદેશ સિવિલ સર્વિસના યુવા અધિકારીઓને દિલ્લીના પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. આ અધિકારીઓએ મસૂરી સ્થિત પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ ઍકેડમી ઓફ ઍડમિનિસ્ટ્રેશન (LBSNAA)માં તાજેતરમાં જ પોતાની ટ્રેનિંગ પૂરી કરી છે. LBSNAAમાં આઈએએસ અધિકારીઓની ટ્રેનિંગ હોય છે પરંતુ પહેલી વખત અરુણાચલ સિવિલ સર્વિસના અધિકારીઓએ સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ અહીં ટ્રેનિંગ લીધી છે. કિરણ રિજિજૂએ આ ઇવેન્ટની ઝલક પણ વિડીયોમાં શેર કરી છે.

    કિરણ રિજિજૂએ ટ્વિટ કરી છે કે, ‘IAS, ઍલિટ ઓફિસર્સ માટે ભારતની પ્રતિષ્ઠિત એકેડમી- ‘લાલ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ ઍકેડમી ઓફ ઍડમિનિસ્ટ્રેશન’ ખાતે સૌપ્રથમ કસ્ટમાઈઝ્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ મેં અરુણાચલ પ્રદેશ સિવિલ સર્વિસીઝના યુવા અને હોશિયાર ઓફિસરોને મારા દિલ્હી નિવાસસ્થાને હોસ્ટ કર્યા. થેંક યુ LBSNAA.’
    Published by:Jay Mishra
    First published: