Home /News /entertainment /VIDEO: શોર્ટ ડ્રેસ, પેડ્સ અને ગ્લવ્ઝ પહેરીને ક્રિકેટ રમવા ઉતરી જાન્હવી, લોકોએ બરાબરનો ઉધડો લીધો

VIDEO: શોર્ટ ડ્રેસ, પેડ્સ અને ગ્લવ્ઝ પહેરીને ક્રિકેટ રમવા ઉતરી જાન્હવી, લોકોએ બરાબરનો ઉધડો લીધો

જાહ્નવી કપૂરનાં ક્રિકેટ શોટ્સથી ઘવાયા ફેન્સ

Jahnvi Kapoor VIRAL VIDEO: સોશ્યલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં જાહ્નવી કપૂર ક્રિકેટની નેટ પ્રેક્ટિસ કરી રહી છે. જેના પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે.

    મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર તાજેતરમાં ક્રિકેટની નેટ્સ સેશન કરતી જોવા મળી હતી. તેનો વિડીયો તરત જ વાયરલ થયો હતો. જાન્હવી ક્રિકેટ મોટી ચાહક નથી, જેથી તે નેટ્સ સેશન દરરોજ કરતી ન હોય.

    મિસ્ટર એન્ડ મિસિસ માહી નામની આગામી ફિલ્મ માટે ક્રિકેટની તાલીમ

    જાન્હવી કપૂર આગામી સમયમાં મિસ્ટર એન્ડ મિસિસ માહી નામની આગામી ફિલ્મ માટે ક્રિકેટની તાલીમ લઈ રહી છે, આ ફિલ્મમાં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

    નેટ્સમાં બેટિંગ કરતી વખતે જાન્હવી કપૂર કેટલાક ફોરવર્ડ ડિફેન્સ શોટ્સ અને કવર ડ્રાઇવ્સ રમતી જોવા મળી હતી. આ વિડીયોમાં તે આ ફિલ્મમાં પોતાની ભૂમિકા માટે કેટલી ગંભીર છે તે વાત સામે આવી છે.

    ટેનિસ બોલથી રમતી વખતે શા માટે પેડ્સ પહેર્યા?

    જોકે, ક્રિકેટ ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. કેટલાકે કહ્યું કે નેપોટિઝમ અહીં કામમાં નહીં આવે. જ્યારે અન્ય લોકોએ કહ્યું કે, ટેનિસ બોલથી રમતી વખતે શા માટે પેડ્સ પહેર્યા છે?

    આ ફિલ્મમાં ચાહકોને જાન્હવી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભૂતકાળમાં ઘણી અભિનેત્રીઓ ફિલ્મી પડદે ક્રિકેટરની ભૂમિકા નિભાવી ચૂકી છે. તાજેતરમાં જ તાપસી પન્નુએ મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મીઠ્ઠુ'માં ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આ વર્ષે 15 જુલાઇએ થિયેટરોમાં આવી હતી અને તેનું દિગ્દર્શન વાયાકોમ 18 સ્ટુડિયોના બેનર હેઠળ ફિલ્મ નિર્માતા શ્રીજીત મુખર્જીએ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નહોતી, પરંતુ વિવેચકોમાં તેની ખૂબ પ્રશંસા થઈ હતી.

    આ પણ વાંચો: શીખવા જેવું: બોલીવુડનાં શહેનશાહ પણ પોતાનાં કપડા જાતે જ ધોવે છે! KBC માં BIG-B એ કર્યો ખુલાસો

    આ ઉપરાંત વિરાટ કોહલીની પત્ની અને લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં 'છકડા એક્સપ્રેસ' નામની બાયોપિકમાં ભારતીય દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફિલ્મ નિર્માતા પ્રોસિત રોય કરી રહ્યા છે અને અનુષ્કાના ભાઈ કર્ણેશ શર્માના પ્રોડક્શન બેનર 'ક્લીન સ્લેટ ફિલ્મ્સ' દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.



    આ દરમિયાન જાન્હવીને ઘણા લોકોએ નબળી ક્રિકેટ સ્કીલ માટે ટ્રોલ કરી હતી, તો કેટલાક ચાહકોને તેના પાત્રના ઊંડાણમાં જવા પ્રયત્ન બદલ પ્રશંસા કરી હતી.

    અહીં ઉલ્લેખનીય છે કે, જાન્હવી તેના ચાહકોમાં ઘણી લોકપ્રિય છે. તે સારી અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબસૂરત પણ છે. તે સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવે છે. અવારનવાર ફોટોઝ અને વિડીયો પોસ્ટ કરતી હોય છે. જેમાં ફેન્સની અઢળક કૉમેન્ટ્સ આવે છે, તો ક્યારેક ક્યારેક ટ્રોલ પણ થાય છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywod, Bollywood Movie, Cricekt, Jhanvi kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन