Home /News /entertainment /હે મા માતાજી... શું શો ને મળી ગયા બીજા દયાભાભી? શું છે વાયરલ વીડિયોની હકીકત?

હે મા માતાજી... શું શો ને મળી ગયા બીજા દયાભાભી? શું છે વાયરલ વીડિયોની હકીકત?

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં નવા દયાભાભી આવશે?

Taarak Mehta Ka Ooltah Chashmah : દિશા વાકાણી (Disha Vakani) એ તેમનાં લગ્ન બાદ અચાનક શો છોડી દીધો હતો. ત્યારબાદ હવે ચાહકોને આશા છે કે, દયાબેન (Dayaben) ટૂંક સમયમાં શો પર પાછા આવશે, ત્યારે દયાબેનની નકલ કરતી એક યુવતીનો વીડિયો વાયરલ (Video Viral) થઇ રહ્યો

વધુ જુઓ ...
    સબ ચેનલ પર આવતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) અંગે લગભગ બધા જ ભારતીયો જાણે છે. ત્યારે આ શોનું નામ પડતાં જ સૌથી પહેલાં દિશા વાકાણી (Disha Vakani) ઉર્ફે દયાબેનને(Daya Ben) લોકો યાદ કરે છે. દયાબેન એટલે કે દિશા વાકાણીએ પોતાના અભિનયથી લોકોનાં મનમાં અલગ સ્થાન મેળવ્યુ છે, અને વર્ષોથી આ સીરીયલ દ્વારા લોકોને હસાવતાં રહ્યાં છે. દિશાએ તેમની અનોખી અભિનય શૈલી અને કોમેડીથી વર્ષો સુધી દિલો પર રાજ કર્યું.

    દિશા વાકાણીએ તેમનાં લગ્ન બાદ અચાનક શો છોડી દીધો હતો. ત્યારબાદ હવે ચાહકોને આશા છે કે, દયાબેન ટૂંક સમયમાં શો પર પાછા આવશે, ત્યારે દયાબેનની નકલ કરતી એક યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં યુવતી દયાબેનની નકલ કરતી જોવા મળી રહી છે.

    વીડિયો વાઇરલ

    વીડિયોની શરૂઆત લોકોને દયાબેનના 'ટપ્પુ કે પાપા' ડાયલોગની નકલ કરવાનું કહેતા સાથે થાય છે. આ પછી તેણે દિશા વાકાણીના અવાજ જેવો અવાજ આપીને બધાને ચોંકાવી દીધા છે. “ટપ્પુ કે પપ્પા આપકો પતા હૈ ક્યા, ટપ્પુ અબ પઢાઇ પેં ધ્યાન નહીં દેતા, બાપુ જી ને બહોત ડાટા,” તેવું કહેતા તેને સાંભળી શકાય છે.

    લોકો યુવતીની મિમિક્રિથી ખુશ

    ફેન્સ યુવતીની મિમિક્રીથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ઘણા લોકોએ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં જઈને તેની પ્રશંસા પણ કરી હતી. કેટલાક ચાહકોએ તો TMKOC નિર્માતા અસિત કુમારને તેમને નોકરી પર રાખવા વિનંતી કરી હતી. જો કે, કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે છોકરી માત્ર લિપસિંગ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 3,08,000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

    આ પણ વાંચોTMKOC: 'બબીતા ​​જી'ની સ્ટાઈલે ફરી મચાવ્યો હંગામો, શોર્ટ ડ્રેસ પહેરી મુનમુન દત્તાએ સ્વિંગમાં પોઝ આપ્યો

    દિશા વાકાણી 2017 થી પ્રસૂતિ થયા બાદ રજા પર છે અને તેથી તે શોમાંથી ગાયબ છે. ગયા વર્ષે અસિત મોદીએ કહ્યું હતું કે, “જો દિશા વાકાણી આ શો છોડવા માંગતા હશે કે છોડશે તો શોને નવી દયાબેન મળશે. તેમનો શોમાં પાછા ફરવાનો પ્રશ્ન ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. અમે હજી પણ તેમની રાહ જોઇ રહ્યાં છીએ અને જો તે છોડવાની ઈચ્છા વ્યક્ત કરશે, તો શો નવી દયા સાથે આગળ વધીશું. હવે જોવાનું રહ્યું કે, શો ને નવા દયાભાભી મળે છે કે ફરી દર્શકોને હસાવવા દર્શકોનાં ફેવરિટ દયા ભાભી એટલે કે દિશા વાકાણી પરત ફરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Dayaben, Disha vakani, Tarak Maheta ka Ulta chasma, TMKOC

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन