Home /News /entertainment /Video: ગોરી નાગોરી સાથે થઈ મારપીટ, ફરિયાદ કરવા પહોંચી તો પોલીસે સેલ્ફી લઈને ઘરે મોકલી દીધી
Video: ગોરી નાગોરી સાથે થઈ મારપીટ, ફરિયાદ કરવા પહોંચી તો પોલીસે સેલ્ફી લઈને ઘરે મોકલી દીધી
ફરિયાદ કરવા ગઈ, પોલીસે સેલ્ફી લઈને મોકલી દીધી...
ગોરી નાગોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગોરી પોતાની આપવીતી જણાવી રહી છે. તેણીએ કહ્યુ કે, મારી સાથે મારપીટ થઈ અને પોલીસે ફરિયાદ પણ નથી નોંધી.
'બિગ બોસ'માં દોવા મળેલી ડાન્સર ગોરી નાગોરીની સાથે એક એવી ઘટના બની છે જેને જાણીને તમે પણ ચોંકી જશો. પ્રખ્યાત ડાન્સર પોતાની બહેનનાં લગ્નમાં અજમેર ગઈ હતી. જ્યાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે ફરિયાદ તો ના લખી પરંતુ, સેલ્ફી લઈને તેને ઘરે મોકલી દીધી. આ પૂરો મામલો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે કારણકે ગોરી નાગોરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપવીતી જણાવી છે.
બહેનનાં લગ્નમાં થઈ મારપીટ
ડાન્સર ગોરી નાગોરીની સાથે આ ઘટના અજમેરમાં થઈ હતી. જ્યાં તેણી પોતાની બહેનનાં લગ્નમાં ગઈ હતી. ખબરો અનુસાર, ગોરીનો ત્યાં પોતાના જીજા જાવેદ હુસૈન સાથે ઝઘડો થી ગયો હતો. જ્યારબાદ તઆ મામલો વધ્યો અને મારપીટ સુધી પહોંચી ગયો. ગોરી અનુસાર તેને વાળ ખેંચીને મારવામાં આવી હતી. ઘણાં સાથીઓને ગંભીર ઈજા પણ થઈ હતી. ત્યાં સુધી કે મેનેજર ઘાયલ થઈ ગયો અને બાઉન્સરનું પણ માથું ફાટી ગયું.
ગોરી નાગોરીએ જણાવ્યુ હતું કે, જ્યારે તેણી સમગ્ર મામલે રિપોર્ટ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે તેની વાત પણ ના સાંભળી અને ના ફરિયાદ નોંધી. તે લોકોએ મારી સાથે સેલ્ફી લીધી અને મને ઘરે જવાનું કહ્યું.
સોશિયલ મીડિયા પર જણાવી આપવીતી
ગોરી નાગોરીએ ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતીનો વીડિયો શેર કર્યો છે. ત્યારથી આ મામલો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. ડાન્સરે આ મામલે મુખ્યમંત્રી અશોક ગહેલોતની મદદ પણ માંગી છે.
પોલીસ સ્ટેશનનાં એસએસઓ સુનીલ બેડાએ ગોરી નાગોરીના આ આરોપોને નકારી દીધાં છે. તેમણે કહ્યુ કે, ગોરી નાગોરી પોલીસ સ્ટેશન આવી હતી પરંતુ, વારંવાર કહેવા છતાં તેણીએ લેખિત ફરિયાદ ના કરી. જણાવી દઈએ કે, ગોરી નાગોરીનું અસલી નામ તસ્લીના બાનો છે. તેણી પોતાના ડાન્સ માટે જાણીતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર