નવી દિલ્હી: વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)નાં ઘરે સોમવારનાં દીકરીનો જન્મ થયો છે. આ જોડીને વધામણી આપતા વિરાટનાં ભાઇ વિકાસ કોહલી (Vikas Kohli) ની એક નવજાત દીકરીનાં પગની તસવીરો શેર કરી હતી. હવે વિકાસની આ તસવીર પર પોતાની સ્પષ્ટતા આપી છે. એટલે કે વિરાટ અનુષ્કાની દીકરીની પહેલી તસવીર (Virat Kohli Daughter Image) નાં રૂપમાં માનવમાં આવવા લાગ્યો. પણ હવે વિકાસ કોહલીએ સ્પષ્ટતા આપી કે તેમણે જે તસવીર શેર કરી છે તે વિરાટ અનુષ્કાની દીકરીની નથી, પણ ઇન્ટરનેટથી ઉઠાવવામાં આવેલી સામાન્ય જ તસવીર છે.
વિરાટ અને અનુષ્કા પહેલાંથી જ સ્પષ્ટ કરી ચુક્યો છે કે તે તેની પ્રાઇવેટ જીવનને વધુ પબ્લિક કરવાં નથી ઇચ્છા. એટલું જ નહીં, પહેલી વખત પાપા અને વિરાટે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને દીકરી હોવાનાં સમાચાર આપવાની સાથે જ વાત કરી અને અપીલ કરી આ સમય તેની પ્રાઇવસીનો ખાસ ખ્યાલ રાખશે.
એવામાં વિકાસ કોહલી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીર વિરુષ્કાની દીકરીની તસવીર તરીકે વાયરલ કરવામાં આવી રહીછે. હવે વિકાસ કોહલીએ પોતે આ વાતની સ્પષ્ટતા આપી છે. વિકાસે તેનાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'મિત્રો હું આપને જણાવવાં ઇચ્છુ છુ કે, કાલે અનુષ્કા અને વિરાટની વધામણી આપતી પોસ્ટ કરી તે એક રેન્ડમ પિક્ચર છે. અને તે વિરાટ અનુષ્કાનાં બાળકની તસવીર નથી. જેમ મીડિયા ચેનલ દેખાય છે. '
વિરાટ કોહલીનાં ભાઇ વિકાસ કોહલીએ એક તસવીર શેર કરી હતી જેમાં એક ન્યૂ બોર્ન બેબીનાં પગ નજર આવે છે.
વિરાટ કોહલી (Virat Welcome Baby Girl)એ સોમવારની ટ્વિટ કરી હતી. 'અમે આપને જાણવતા ખુશી થઇ રહી છે કે, હું અને અનુષ્કા આજે બપોરે એક દીકરીનાં માતા-પિતા બની ગયા છે. આપનાં પ્રેમ, શુભકામનાઓ અને દુઆઓનાં આભારી છીએ. અનુષ્કા અને દીકરી સ્વસ્થ છે. અને અમે મારા જીવનનાં આ નવાં અધ્યાયની શરૂઆતથી ખુબ ખુશ છે. અમને આશા છે કે, આપ અમારી અંગતતાનું સન્માન કરશો.'
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને તેમનાં ફેન્સ પ્રેમથી વિરુષ્કા કહે છે. આ જોડીએ 11 ડિસેમ્બર 2017માં ઇટલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતાં. ત્યારે આ સેલિબ્રિટી કપલને સોશિયલ મીડિયા પર ખુબજ પ્રેમ મળે છે. બંનેની જોડીને તેમનાં ફેન્સ ખુબજ પસંદ કરે છે.