Video : રાનૂ મંડલે પહેલા ફૅન પર ગુસ્સો કર્યો હવે મીડિયાને કર્યા નજરઅંદાજ

News18 Gujarati
Updated: November 9, 2019, 11:31 AM IST
Video : રાનૂ મંડલે પહેલા ફૅન પર ગુસ્સો કર્યો હવે મીડિયાને કર્યા નજરઅંદાજ
રાનૂ મંડલ

વીડિયોમાં રાનુ મીડિયાના સવાલોને ઇગ્નોર કરતી નજરે પડે છે.

  • Share this:
કેટલાક દિવસની રાનૂ મંડલ (Ranu Mandal) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફેન પર ગુસ્સો કરતી નજરે પડે છે. થયું એવું હતું કે એક મહિલા ફેને રાનૂ મંડલના ખભા પર હાથ મૂકી તેની સાથે સેલ્ફી પડાવવા માટે કહ્યું. જે પછી રાનૂ મંડલને ગુસ્સો આવ્યો. અને તેણે પુછ્યું કે તમે આ રીતે અડીને કેમ પૂછી રહ્યા છો? આ વાતનો વીડિયો તે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. અને લોકોએ રાનૂની ખૂબ મજાક ઉડાવી અને ટ્રોલ પણ કરી. અનેક લોકોએ કહ્યું કે તેને પ્રસિદ્ધી પચી નથી રહી. લોકોએ આ અંગે મીમ્સ પણ બનાવ્યા.

હવે સોશિયલ મીડિયા પર તેમનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મીડિયા સામે એટીટ્યૂડ દેખાડતી નજરે પડે છે. મીડિયા તેમને સવાલ પૂછી રહી છે. અને તે સવાલોને ટાળી રહી છે. અને જવાબ નથી આપતી. વીડિયોમાં પહેલા રાનૂ મંડલ મીડિયા સામે દેખાય છે. પછી બેગમાંથી કંઇક નીકાળીને તે ખાઇ રહેલી દેખાય છે. અને તે પછી મીડિયાના સવાલોને તે ઇગ્નોર કરતી નજરે પડે છે. તે પછી કહે છે કે સંભળાતું નથી ફરી પૂછો!




 

Loading...




View this post on Instagram




 

Kya se kya hogaye dekhte dekhte 🙇 #ranumondal


A post shared by Our Vadodara (@clickers_of_vadodara) on






ઉલ્લેખનીય છે કે રાનૂ મંડલે આ પ્રસિદ્ધી સોશિયલ મીડિયાથી મેળવી હતી. કોલકતાના રેલવે સ્ટેશન પર લતા મંગેશકરની જેમ ગીત ગાઇને રાનુએ પોતાની આગવી ઓળખ બનાવી હતી. એક વીડિયો વાયરલ થતા રાનૂ રાતો રાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગઇ હતી. તે પછી હિમેશ રેશમિયાએ તેમને પોતાની ફિલ્મોમાં ગાવા માટે તક આપી હતી. અને તે પછી તેમણે અનેક શોમાં હાજરી આપી હતી. જેમાં તેમણે અન્ય સિંગિંગ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...