પતિ સાથે રોમાન્ટિક થઇ સુષ્મિતા સેનની ભાભી, ટ્રોલર્સે ટ્રોલ કરતા આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: April 7, 2020, 4:02 PM IST
પતિ સાથે રોમાન્ટિક થઇ સુષ્મિતા સેનની ભાભી, ટ્રોલર્સે ટ્રોલ કરતા આપ્યો આ જવાબ
રાજીવ સેન પત્ની ચારુુ સાથે

  • Share this:
21 દિવસના લોકડાઉન (Lockdown)માં હાલ તમામ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ત્યારે થોડા દિવસ પહેલા સુષ્મિતા સેન (Sushmita Sen)ના ભાઇ રાજીવ સેન (Rajeev Sen) અને તેની ભાભી ચારુ અસોપા (Charu Asopa)એ સોશિયલ મીડિયા પર થોડાક ઇન્ટીમેન્ટ તસવીરો પોસ્ટ કર્યા હતા. જે પછી સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાને આ ફેમસ ટીવી કપલ ચડ્યું હતું. જો કે ટ્રોલિંગ પછી ચારુએ આ ફોટોને પોતાના ઇન્સ્ટા પરથી ડિલિટ કરી દીધા પણ તેમણે આ મામલે ટ્રોલર્સને કરારો જવાબ પણ આપ્યો હતો.

આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ તસવીરમાં રાજીવ સેન શર્ટલેસ છે અને ચારુ અસોપા નાઇટ ડ્રેસમાં છે અને બંને એકબીજા કિસ કરતા નજરે પડે છે. જો કે ટ્રોલર્સની તેમની આટલી પ્રાઇવેટ તસવીરો કંઇ પસંદ ના આવી અને તેમણે આ બંનેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાથી વાતચીતમાં ચારુએ કહ્યું કે મને તે સમજાતું નથી કે જિયો અને જીને દો. આ વખતે લોકો કંઇ વધુ પડતા જ નેગેટિવ થઇ ગયા છે. આનાથી બચવા માટે ખાલી એટલું જ કરી શકાય કે પોતાને નેગેટિવિટીની અસરથી દૂર રાખો. તેણે કહ્યું કે લોકો કોરોનાવાયરસની મહામારીને લઇને વધુ પડતા જ સ્ટ્રેસમાં છે અને હવે તે લોકો સેલેબ્સને પોતાનું ટાર્ગેટ બનાવે છે કારણ કે તે સરળ છે.


જો કે આવું પહેલીવાર નથી બન્યું આ પહેલા પણ અનેક સેલેબ્રિટી આ રીતે ટ્રોલર્સની નજરોમાં આવ્યા છે. આ પહેલા પણ આ કપલે આવી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેના કારણે તે ટ્રોલ થયા હતા. તમને જણાવી દઇએ કે રાજીવ સેને આ તસવીરો સેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે હું આ દિવસોમાં પ્રેમના ક્વારંટીનમાં છું તમે?

જો કે યુઝર્સે આ લોકોને પ્રાઇવેટ તસવીર શેર ન કરવાની સલાહ આપી હતી. અને સાથે જ આ રીતે પોતાના પ્રેમનો દેખાડો ન કરવાની પણ વાત કહી હતી. એક યુઝર્સે તો તેવી પણ સલાહ આપી દીધી કે ઇન્સ્ટાગ્રામ પર આવી પ્રાઇવેટ તસવીરો પોસ્ટ ન કરવી જોઇએ કારણ કે કેટલીક વસ્તુઓ પ્રાઇવેટ હોય છે.
First published: April 7, 2020, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading