સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે પૂરા થયા ચાર મહિના, બહેને શેર કર્યો UNSEEN વીડિયો

સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે પૂરા થયા ચાર મહિના, બહેને શેર કર્યો UNSEEN વીડિયો
સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Kirti Singh)એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તમે પણ જુઓ સુશાંતનો આ ખાસ વીડિયો

 • Share this:
  બોલિવૂડ (Bollywood) એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે પૂરા ચાર મહિના થઇ ગયા છે. સુશાંતના નિધન પર સીબીઆઇ, એનસીબી અને ઇડીની તપાસ હાલ ચાલી રહી છે. ત્યાં જ બીજી તરફ સુશાંતના ફેન્સ અને તેના પરિવારજનો તેને દિવસ રાત યાદ કરે છે. આજે ફરી એક વાર તેમણે તેના 'ગુલશન' યાદ કર્યો છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂતનો એક અનસીન વીડિયો શેર કર્યો છે.

  સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ વીડિયોમાં તેણે કેપ્શનમાં લખ્યું છે 'એક સાચી પ્રેરણા' અને હેશટેગ છે. #ImmortalSushant.


  View this post on Instagram

  A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) on
  સુશાંતનો આ વીડિયો ઇન્સિરેશનલ વીડિયો છે. સુશાંત આ વીડિયોમાં સખત મહેનત અને કસરત કરતા નજરે પડે છે. વીડિયો જોયા પછી ફરી એક વાર તેના ફેન્સ તેને યાદ કરીને ભાવુક થયા છે.

  સુશાંતની બહેન શ્વેતા સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ભાઇને ન્યાય અપાવાનો પ્રયાસ કરતી રહી છે. તે સુશાંતના ફેન્સને પોતાની એક્સટેંડેટ ફેમિલી માને છે. હાલમાં જ તેણે ફેન્સને અપીલ કરી હતી કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત 4 SSR ઇનીશિએટિવ માટે વોઇસ મેસેજ મોકલે. અંકિતા લોખંડે પણ શ્વેતા સિંહ કીર્તિની આ અભિયાનને સપોર્ટ કર્યો હતો.

  વધુ વાંચો :  Photos : અનૂપ જલોટાએ હની સિંહને આપી ટક્કર, જસલીન મથારુ સાથે નવા અવતારમાં નજરે પડ્યા

  શ્વેતાએ આ વિષે ટ્વિટમાં કહ્યું હતું કે મન કી બાત ફોર ન્યાય અને સત્ય માટે પોતાની અવાજ ઉઠાવવાનો અવસર છે. આ દ્વારા આપણે એકજૂટ રહી શકીએ છીએ. દેખાડી શકીએ છીએ કે જનતા ન્યાયની રાહ જોઇ રહી છે. હું મારા પરિવારને ધન્યવાદ આપીશ જે હંમેશા અમારી સાથે ઊભા છે.

  ઉલ્લેખનીય છે કે આ દ્વારા સુશાંતને ન્યાય આપવા માટે પીએમ મોદીને રેકોર્ડ કરેલા મેસેજ દ્વારા મન કી બાત ઓનલાઇન પોર્ટલ પર મોકલવાના છે.
  Published by:Chaitali Shukla
  First published:October 14, 2020, 11:51 am