સુશાંત સિંહ રાજપૂતની Too Copy છે આ વ્યક્તિ, ફોટો જોઇને લોકો પણ છે હેરાન

સુશાંત સિંહ રાજપૂતની Too Copy છે આ વ્યક્તિ, ફોટો જોઇને લોકો પણ છે હેરાન
સુશાંત સિંહ રાજપૂતનો હમશક્લ

સુશાંત સિંહ રાજપૂતની મોત પછી આ વ્યક્તિની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહી છે.

 • Share this:
  મુંબઇ : બોલિવૂડ (Bollywood) એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને તેના ફેન્સ ભૂલાવી નથી શકતા. લોકોના મનમાં તેના અચાનક આ રીતે દુનિયાને છોડવાને લઇને અનેક સવાલો ઊઠી રહ્યા છે. હાલમાં તેમની નવી ફિલ્મનું ટ્રેલર આવતા તેમનો પરિવાર, મિત્રો અને ફેન્સ ફરી ગમગીન થયા છે. સોશિયલ મીડિયામાં (Social Media) પર સુશાંતના અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેને જોઇને તેના ફેન્સને તેની યાદ સતાવી રહી છે. પણ આ વચ્ચે એકદમ સુશાંત જેવો લાગતો એક વ્યક્તિ (Sushant Singh Rajput Doppelganger) સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વ્યક્તિનો દેખાવ અને સ્ટાઇલ એકદમ તમને સુશાંતની યાદ અપાવશે.

  સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોત પછી આ વ્યક્તિની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહી છે. આ વ્યક્તિનું નામ સચિત તિવારી છે. (Sushant Singh Rajput Lookalike Sachin Tiwari) સુશાંતના ફેન્સ, સચિનની તસવીરો અને વીડિયોને હાલ ઇન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અને આ સાથે જ તે સુશાંતની મીસ કરી રહ્યા છે.
  સચિન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. અને તેમના 10 હજાર જેટલા ફોલોવર પણ છે. અનેક લોકો તેમના ફોટો અને વીડિયો જોઇને તેમને સુશાંત સિંહ રાજપૂતનો હમશકલ કહી રહ્યા છે. અને તેના લૂકને વખાણી રહ્યા છે.
  View this post on Instagram

  😍😍😍😍

  A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on  વીડિયો દેખ્યા પછી અનેક લોકો સચિન તિવારી પસંદ કરી રહ્યા છે. બીજી તરફ સચિને પણ સુશાંતને યાદ કરીને કેટલાક તેવા વીડિયો શેર કર્યા છે જેને જોઇને તમને સુશાંતની યાદ આવ્યા વગર નહીં રહે.


  જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઇ કલાકારનો બીજો કોઇ વ્યક્તિ હમશક્લ હોય. બોલીવૂડના અનેક તેવા સ્ટાર્સ છે જેમના હમશક્લ છે. ક્રિકેટ સેલેબ્રિટી અને નેતાઓના પણ આવા જ હમશક્લ નજરે પડતા હોય છે. ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર જેવા અનેક સેલેબના હમશક્લ સોશિયલ મીડિયામાં આટલા જ એક્ટિવ છે.

  અને લોકો તેમના વીડિયોને પણ આ રીતે જ પસંદ કરતા રહે છે.
  Published by:Chaitali Shukla
  First published:July 08, 2020, 10:21 am

  ટૉપ ન્યૂઝ