Home /News /entertainment /

સોશિયલ મીડિયામાં છવાઇ સુરવીન ચાવલા અને પુત્રી ઇવાની આ સુંદર તસવીર

સોશિયલ મીડિયામાં છવાઇ સુરવીન ચાવલા અને પુત્રી ઇવાની આ સુંદર તસવીર

સોશિયલ મીડિયામાં છવાઇ સુરવીન ચાવલાની આ તસવીર

બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પુત્રી ઇવા સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર પુત્રી ઇવા સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સુરવીનની આ તસવીર તેના ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે.

    સોમવારે શેર કરવામાં આવેલી આ તસવીરમાં સુરવીને પુત્રી ઇવાને ખોળામાં ઉપાડી છે. સુરવીને તેની પુત્રી સાથેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરતાં લખ્યું કે, આ એ પ્રેમ છે જેને મેં હવે ઓળખ્યો છે.

    પ્રાઇવેટ રાખ્યા હતા લગ્ન

    ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટના લગ્ન બાદ યોજાનાર રિસેપ્શનના સમાચરો વચ્ચે સુરવીને ટ્વિટર પર એક તસવીર સાથે પોતાના લગ્ન અંગે જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. ત્યાં જ, સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચા થઇ હતી કે, સુરવીને આ એનાઉન્સમેન્ટના બે વર્ષ પહેલાં જ લગ્ન કરી લીધા હતા.








    View this post on Instagram





    To love ...I know now.... @butnaturalphotography


    A post shared by Surveen Chawla (@surveenchawla) on




     ચર્ચા પ્રમાણે, સુરવીને વર્ષ 2015માં બિઝનેસમેન અક્ષય ઠક્કર સાથે ઇટલીમાં લગ્ન કર્યા હતા. જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું હતું તો તેણે કહ્યું હતું કે, હું હંમેશા મારા લગ્નને પ્રાઇવેટ રાખવા માગતી હતી. અમે આને થોડા સમય માટે પ્રાઇવેટ રાખ્યા હતા.

    આ પણ વાંચો: અમિતાભે પૂછ્યો KBCનો સૌથી મુશ્કેલ પ્રશ્ન, આ છે જવાબ

    હેટ સ્ટોરી 2, અગલી અને પાર્ચ્ડ જેવી ફિલ્મ્સમાં બોલ્ડ અવતારમાં નજરે પડેલી સુરવીન નેટફ્લિક્સની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં પણ જોવા મળી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Baby girl, Instagram, Photoshoot, Shares, Surveen Chawla, Viral social

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन