સની લિયોનીએ શેર કર્યો બોલ્ડ Video, ફેન્સ થયા ક્રેઝી

News18 Gujarati
Updated: November 27, 2019, 10:24 AM IST
સની લિયોનીએ શેર કર્યો બોલ્ડ Video, ફેન્સ થયા ક્રેઝી
સની લિયોની

સની લિયોનીએ રાગિની એમએમએસ રિટર્ન 2નો એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) આજકાલ પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક સ્વિમસૂટમાં ફોટો શેર કર્યો. જે પછી આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. હવે મંગળવારે સની લિયોનીએ રાગિની એમએમએસ રિટર્ન 2નો એક પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે સની લિયોનીએ લખ્યું છે કે હેલ્લો, શું તમે અંદાજો લગાવી શકો છો કે હું શું કહેવા માંગુ છું? આ વીડિયોને વારંવાર જુઓ, જ્યાં સુધી તમે આને સમજીના લો. તમારી પાસે એક સારો અવસર છે રાગિની એમએમએસ રિટર્ન 2ની સ્ટાર કાસ્ટને મળવાનો. વળી સનીના ફેન્સ પણ તેમના આ વીડિયોને જોઇને ખૂબ જ ખુશ છે. લોકો આ વીડિયોને જોઇને હૉટેસ્ટ અને હૉટ જેવી કમેન્ટ લખી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સની લિયોનીએ દુબઇમાં પોતાના વેકેશનની તસવીરો મૂકી હતી. જેમાં સની લિયોની પૂલની બહાર સ્વિમસૂટમાં હોટ પોઝ આપતી નજરે પડે છે. સનીએ આ તસવીરો પોસ્ટ કરતા લખ્યું કે 'Love Dubai!' ઉલ્લેખનીય છે કે આ તસવીરોમાં સની લિયોની બ્લેક રંગની ફ્લાવર પ્રિન્ટેડ સ્વિમસૂટમાં છે. સનીનો આ બિકની લૂક તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. ભલે સની લિયોનીએ તેના કેરિયરની શરૂઆત એક એડલ્ટ સ્ટાર તરીકે કરી હોય પણ આજે સની લિયોની એક જાણીતી બોલિવૂડ સેલિબ્રિટી બની ગઇ છે.

અને સફળતા તેને પોતાના દમ પર બનાવી છે. સની લિયોનીને બોલિવૂડની બેબી ડૉલ કહેવાય છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો સની લિયોની અને ડેનિયલના ત્રણ બાળકો છે. પણ તેમાંથી એક બાળક તેમણે દત્તક લીધું છે. અને બે બાળકોને સેરોગસીથી જન્મ આપ્યો છે. બોલિવૂડમાં સની લિયોનીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2012માં કરી હતી. જીસ્મ 2 સની લિયોનીની પહેલી ફિલ્મ હતી. તે પછી તેમણે રાગિની એમએમએસ, એક પહેલી લીલા અને કુછ-કુછ લોચા હૈ અને મસ્તીજાદે તેમ જ વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મો કરી છે.
First published: November 27, 2019, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading