કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના બે દિવસમાં એક્ટરનું થયું નિધન

કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યાના બે દિવસમાં એક્ટરનું થયું નિધન
એન્ડ્રૂ જેક

2 દિવસ પહેલા જ એન્ડ્રૂનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

 • Share this:
  કોરોના વાયરસના કારણે કોઇ વ્યક્તિનું કેટલી જલ્દી નિધન પણ થઇ શકે છે તેનો ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસના આ કહેરને દુનિયા પોતાનો જે રીતે ફેલાવો કર્યો છે તેના કારણે એક સાથે અનેક લોકોની મોત થયા છે. અને ભારત અને ગુજરાતમાં પણ હવે કોરોનાની સ્થિતિ વણસી રહી છે. તેમ છતાં ધણાં લોકો કોરોના વાયરસની ગંભીરતાને નથી સમજી રહ્યા. અને કદાચ આ જ કારણે તેનો ફેલાવો અત્યારે પણ તેજીથી થઇ રહ્યો છે. ત્યારે આ વચ્ચે એક દુખદ સમાચાર આવ્યા છે.

  હોલિવૂડના જાણીતા સ્ટાર્સ જેમણે સ્ટાર્સ વોર જેવી ફિલ્મોમાં મહત્વનો રોલ ભજવ્યો છે તેવા એન્ડ્રૂ જૈક (Andrew jack)નું નિધન થયું છે. ચોંકવનારી વાત છે કે 2 દિવસ પહેલા જ તેમના કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને જે પછી માત્ર બે દિવસમાં તેમના નિધનની ખબર આવી છે. એન્ડ્રૂ જૈકની ઉંમર 76 વર્ષની હતી. 2 દિવસ પહેલા જ તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હિંદુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસના કારણે બ્રિટનમાં એન્ડ્રૂનું નિધન થયું છે. એક્ટર અને ડાયલેક્ટ કોચ રહી ચૂકેલા એન્ડ્રૂના એજન્ટ જિલ મૈક્લફે સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગે જાણાકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે એન્ડ્રૂની Surrey હોસ્પિટલમાં નિધન થયું હતું.
  મૈક્લફ જણાવ્યું કે તે ટેમ્સની સૌથી જૂની હાઉસબોટ રહ્યા હતા. આ ઉંમરે પણ તે કોઇના પર નિર્ભર નહતા. પણ પોતાની પત્નીથી ખૂબ જ પ્રેમ કરતા હતા. એક્ટિંગ સાથે તેમણે ડાયલેક્ટ કોચ તરીકે પણ કામ કર્યું છે. તે સ્ટાર વોર્ડની સીરિઝનો ભાગ રહી ચૂક્યા છે. એન્ડ્રૂના નિધન પર ઓસ્ટ્રેલિયામાં ક્વારંટાઇનમાં રહી રહેલી તેમની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ઇમોશનલ પોસ્ટ મૂકી છે. તેણે લખ્યું કે એન્ડ્રૂ જૈકને બે દિવસ પહેલા જ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમને કોઇ રીતનું દુખ નથી સહન કરવું પડ્યું. આ સમયે તેમના તમામ ફેમીલી મેમ્બર્સ પ્રાર્થના તેમની સાથે છે. એન્ડ્રૂના નિધનથી તેના ફેન્સ પણ સોશિયલ મીડિયામાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
  First published:April 01, 2020, 12:44 pm

  टॉप स्टोरीज