સોનુ સૂદના નામે થવા લાગી છે ઠગાઇ, એક્ટરે કહ્યું 'જુઓ આવું પણ થાય છે'

સોનુ સૂદ

એક્ટરે હાલમાં જ ટ્વિટરના માધ્યમથી લોકોને આ અંગે સાવચેત કર્યા છે.

 • Share this:
  સોનુ સૂદ (Sonu Sood) આજે પૂરા ભારતમાં ચર્ચાનો વિષય બન્યા છે. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકડાઉન (Lockdown)ની વચ્ચે પ્રવાસી મજૂરો પાસે કામ ધંધો નથી રહ્યો. લોકો પોતાના ગામ તરફ ચાલીને નીકળી રહ્યા છે. તેવામાં બોલિવૂડના એક્ટર સોનુ સૂદ અનેક મજૂરોને અને શ્રમિકાને પોતાના ઘરે નિશુલ્ક પહોંચાડ્યા છે. હવે તેનું નામ વધતા કેટલાક લોકો તેના નામે ઠગાઇ પણ કરી રહ્યા છે. જે અંગે જાણકારી સોનુ સૂદે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.

  સોનુ સૂદે (Sonu Sood) હાલમાં જ ટ્વિટરના માધ્યમથી લોકોને આ અંગે સાવચેત કર્યા છે. તેમણે આ માટે કેટલાક વોટ્સઅપના ચેટની સ્ક્રીન શોર્ટ પણ શેર કર્યા છે. સોનુએ કહ્યું કે - મિત્રો જો કોઇ લોકો તમારી જરૂરીયાતનો ફાયદો ઉઠાવવા માટે તમને સંપર્ક કરી શકે છે. અમે જે પણ સેવા કરીએ છે તે શ્રમિકો માટે છે અને તે બિલકુલ નિશુલ્ક છે. જો તમારી પાસે કોઇ પણ વ્યક્તિ મારું નામ લઇને પૈસા માંગે છે તો ના પાડો અને તરત અમને કે નજીકના પોલિસ સ્ટેશનમાં જઇને તે અંગે ફરિયાદ નોંધાવો.


  અભિનેતા સોનુ સુદ 18-18 કલાક કામ કરીને સતત પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડી રહ્યા છે. તે અને તેમની ટીમ દિવસ રાત લોકોની સેવામાં લાગેલી છે. તમને જણાવી દઇએ કે સોનુ સૂદ આ કોરોના કાળમાં અનેક માટે મદદગાર સાબિત થયા છે. સોનુ સૂદે બસ અને ફ્લાઇટ, ટ્રેનની મદદથી પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. પ્રવાસી મજૂરો માટે મુંબઇના ઠાણે રેલ્વે સ્ટેશનથી તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોને રવાના કર્યા છે.

  લોકડાઉન પ્રભાવિતાને મદદ કર્યા પછી સોનુ સૂદ ચક્રવાત નિસર્ગથી પ્રભાવિત લોકોની મદદમાં પણ જોડાયા છે. સોનુ સૂદની ટીમે તટીય વિસ્તારોની નજીક રહેતા ચક્રવાત નિસર્ગથી પ્રભાવિત 28,000 લોકો માટે રહેવા અને ખાવા-પીવાનો સામાન પૂરો પાડ્યો છે.
  Published by:Chaitali Shukla
  First published: