શહનાઝ ગિલે ગોવા પહોંચી શરૂ કરી મસ્તી, લહેરોની વચ્ચે શોર્ટ્સ પહેરેલી આવી નજર

શહનાઝ ગિલે ગોવા પહોંચી શરૂ કરી મસ્તી

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાને 'પંજાબની કેટરિના કૈફ' કહેતી બિગ બોસ 13ની (Bigg Boss 13) ની એક્સ કંટેસ્ટંટ શહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલમાં તેનાં મ્યૂઝિક વીડિયોઝ દ્વારા લોકોનાં દિલમાં રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા (Social Media) પર તે ઘણી એક્ટિવ છે. બિગ બોસ 13 નાં વિનર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ની સાથે હાલમાં જ રિલીઝ થયેલાં તેમનાં મ્યૂઝિક વીડિયો લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. હવે તે તેનાં નવાં વીડિયોનાં શૂટિંગ માટે સિદ્ધાર્થની સાથે ગોવા (Goa) પહોંચી ગઇ છે. પહોંચતાની સાથે જ તેણે મસ્તી શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો તેણે શેર કર્યો છે જે ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

    શહનાઝ ગિલ (Shehnaaz Gill)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે., જેમાં તે ગોવાનાં બીચ પર દોડતી નજર આવી રહી છે. અને ફોટોશૂટ કરાવી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસે વ્હાઇટ પ્રિન્ટેડ ટોપ અને વ્હાઇટ શોર્ટ્સ પહેરેલાં છે. લોકો તેમનાં લૂકનાં ખુબ વખાણ કરી રહ્યાં છે.

    આ વીડિયોની વાત કરીએ તો, વીડિયોમાં તે બીચ પર દોડતી નજર આવે છે. શહેનાઝ ગિલ જબરદસ્ત અંદાજમાં ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે ક્યાંક એક્ટ્રેસ લહેરોની વચ્ચે બેસીને પોઝ આપે છે તો ક્યાંકે તે બીચ પર જ સનસેટ જોતા પોઝ આપી રીહ છે. તેમનો વીડિયો અંગે ફેન્સ પણ ખુબ બધી કમેન્ટ કરી રહ્યાં છે.




    આપને જણાવી દઇએ કે, સોમવારનાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ મુંબઇનાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. બંને અહીંથી તેમનાં નવાં મ્યૂઝિક વીડિયો માટે ગોવા શૂટ કરવાં ગયા હતાં. થોડા જ દિવસ પહેલાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ, ટોની કક્કડનું શોના શોના સોન્ગ માં નજર આવે છે. આ ગીત બંને સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ ગયો છે.

    આપને જણાવી દઇએ કે, શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને બિગ બોસ13માં ખુબજ પસંદ કરવામાં આવી હતી. તેઓનું હાલમાં રિલીઝ થયેલું સોન્ગ શોના શોના લોકો પસંદ કરી રહ્યાં છે આ પહેલાં બંનેનું ભુલા દૂંગા સોન્ગ રિલીઝ થયું હતું. જેને પણ લોકોએ ખુબ જ પસંદ કર્યુ હતું.
    Published by:Margi Pandya
    First published: