રેપર રફતારને થયો કરોના, રિપોર્ટ જોઇને બોલ્યો- 'કદાચ ટેક્નિકલ ગડબડ છે'

રેપર રફતાર પણ કોરોનાની ચપેટમાં

રફ્તારે (Raftaar) સોશિયલ મીડિયા (Social Media) પર માહિતી આપતા કહ્યું કે, કદાચ કોઇ ટેક્નિકલ ગડબડ થઇ લાગે છે. કારણ કે હું તો પોતે ફિટ એન્ડ ફાઇન અનુભવ કરી રહ્યો છું.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત સિંગર અને રેપર રફતાર (Raftaar) કોરોના વાયરસ (CoronaVirus)ની ચપેટમાં આવી ગયો છે. હાલમાં જ તેને આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેણે પોતાની જાતને હોમ આઇસોલેટ કરી દીધો છે. હાલમાં રફ્તારે કહ્યું કે, તે લક્ષણ નજર નથી આવી રહ્યાં. સોશિયલ મીડિયા (Social Media)માં આ વિશે જાણકારી આપતાં કહ્યું, કદાચ કોઇ ટેક્નિકલ ગડબડી આવી હશે. કારણ કે, હું તો પોતાને ફિટ એન્ડ ફાઇન અનુભવી રહ્યો છું.

  'તમંચે પે ડિસ્કો, તૂ મારો ભાઇ છે.' અને 'સ્વરાગ મેરા દેસી' જેવાં ગીતોથી દિલોમાં ખાસ જગ્યા બનાવવાં વાળા પ્રખ્યાત રેપર રફ્તાર (Raftaar)એ જેવી આ માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. ફેન્સ તેનાં જલ્દી ઠીક થવાની દુઆઓ કરવાં લાગ્યા છે.

  તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેનાં ફેન્સની જાણકારી આપતાં જણકારી આપતાં જણાવ્યું હતું કે- મિત્રો હું આપની સાથે એક ખબર શેર કરવાં ઇચ્છુ છું મને રોડીઝ પર જવાનું હતું. તેને કહ્યું કે, મને કોવિડ-19નો ટેસ્ટ કરાવવો પડ્યો હતો. પહેલાં બે પરીક્ષણોમાં મારી રિપોર્ટ નેગેટિવ આવી હતી. પમ આજે પરિણામ પોઝિટિવ આવ્યાં છે. BMCએ મને આઇસોલેશનમાં રહેવાનાં નિર્દેશ આપ્યાં છે. તેથી હું ઘ પર પોતાને આઇસોલેટ કરી લીધો છે.

  આ પણ વાંચો-  અંકિતાએ તેને 'વિધવા' કહેનારી રિયાને લીધી આડે હાથે, પ્રેમ હતો તો ડ્રગ્સ કેમ લેવા દેતી'તી

  તેણે વધુમાં કહ્યું કે, હું ફરી એક વખત ટેસ્ટ કરવાંનો ઇન્તેઝાર કરી રહ્યો છું. કારણ કે, મને લાગે છે કે, કોઇ ટેક્નોલોજીની ગડબડ થઇ છે. કારણ કે હું ફિટ એન્ડ ફાઇન છું. હું પોતાની જાતને અસ્વસ્થ નથી અનુભવી રહ્યો. મને લાગે છે કે, મને આ બીમારી છે. કારણ કે, મને તેનાં લક્ષ્ણ નહીં જોવા મળ્યો.

  આખરે રેપરે કહ્યું કે, કૃપ્યા કરી ચિંતા ન કરો હું મારા સ્વાસ્થ્યની માહિતી આપતો રહીશ. મને અત્યારથી જ ફોન આવવાનાં શરૂ થઇ ગયા છે. મને નથી ખબર લોકોને આ માહિતી આટલી જલદી કેવી રીતે મળી ગઇ. ચિંતા ન કરો.. હું મારું સંપૂર્ણ ધ્યાન રાખીશ.. આપ સૌ કૃપ્યા આપનું ધ્યાન રાખો.

  આ પણ વાંચો- SSR Case: રિયા ચક્રવર્તીએ ભાયખલા જેલમાં ચટાઈ પર સૂઈને પસાર કરી પહેલી રાત, રાત્રે ખાધું આ ભોજન

  કોરોનાની ચપેટમાં મોટા મોટા સ્ટાર્સ પણ આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરની માતા, અને તેમનાં ભાઇ, એક્ટર સતિષ શાહ, કનિકા કપૂર આ સીવાય પણ ઘણાં સ્ટાર્સ કોરોનાનાં કહેરનો ભોગ બની ચૂક્યા છે.
  Published by:Margi Pandya
  First published: