શબાના આઝામીએ કંગનાને ઠપકો આપતા જ રંગોલીએ પુછ્યા શબાનાથી આ 6 સવાલ

શબાના આઝામીએ કંગનાને ઠપકો આપતા જ રંગોલીએ પુછ્યા શબાનાથી આ 6 સવાલ
કંગના અને શબાના આઝમી

એક્ટ્રેસ શબાના આઝમીએ કંગના રનૌતની એક્ટિંગ પર ધ્યાન આપવાની વાત પર બહેન રંગોલીએ પલટવાર કર્યો હતો

 • Share this:
  સુશાંત સિંહ રાજપૂત કેસ, ડ્રગ્સ કેસ અને પછી બીએમસી મહારાષ્ટ્ર સરકાર સાથે થયેલા મતભેદ પછી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સતત ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. સુશાંત કેસમાં બોલિવૂડ વિરુદ્ધ બોલવા મામલે કંગનાના નિવેદનો પર હાલ દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી (Shabana Azmi) ટોણો માર્યો હતો. તેમણે બોલિવૂડને આ માટે અપમાનજનક ગણાવ્યું હતું. અને સાથે જ તેમણે કંગનાને સલાહ આપી હતી કે તે એક્ટિંગ પર ધ્યાન આપે. આ પર કંગનાની બહેન રંગોલી ચંદેલે શબાના આઝમીને આ 6 સવાલ પૂછી લીધા.

  એક્ટ્રેસ શબાના આઝમીએ કંગના રનૌતની એક્ટિંગ પર ધ્યાન આપવાની વાત પર બહેન રંગોલીએ પલટવાર કર્યો હતો. રંગોલી ચંદેલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે આ સામે આવ્યું સુસાઇડ ગેંગ, ડિયર શબાનાજી, મારી પાસે તમારા અને તમારા પતિ માટે કેટલાક સવાલ છે.  રંગોલીની ઇન્સ્ટા સ્ટોરી


  તમે બંને કેમ પોતાની એક્ટિંગ અને શાયરી સુધી જ સીમિત નથી રહેતા? કેમ તમે એન્ટી ઇન્ડિયા પોલિટિક્સમાં જોડાવ છો? ખાલી હેડલાઇન બની રહેવા માટે જ ને? શું તમે કોઇ ખાસ મામલે વિચારો છો? જો તમારા એન્ટી ઇન્ડિયાના એજન્ડા સાચા છે તો કેમ કંગનાને ઇન્ડિયાના સમર્થનના એજન્ડા તમને સાચા નથી લાગતા? તેના માટે નિયમ અલગ અને તમારા માટે નિયમ અલગ તેવું કેવી રીતે?

  તમને જણાવી દઇએ કે શબના આઝમીએ કંગના રનૌત પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે કંગના જુઠ્ઠાણાંથી ભરેલી દુનિયામાં રહે છે. તે ફેમિનિઝ્મ અને મહિલા શક્તિ પર ફિલ્મો બનાવે છે. શબાનાએ વધુમાં કહ્યું કે શું આની પહેલા કોઇએ આની પર ફિલ્મો નથી બનાવી કે કોઇને આ વિષે ખબર જ નથી. શબાનાએ કહ્યું કે કંગનાએ તે જ કામ કરવું જોઇએ જેમાં તે સારી છે અને તે છે એક્ટિંગ.
  Published by:Chaitali Shukla
  First published:October 07, 2020, 14:07 pm