12 ગનમેન સાથે મહિલાએ એક્ટ્રેસના ઘરમાં ઘૂસીને કરી મારપીટ, વીડિયો થયો Viral

News18 Gujarati
Updated: May 28, 2020, 6:18 PM IST
12 ગનમેન સાથે મહિલાએ એક્ટ્રેસના ઘરમાં ઘૂસીને કરી મારપીટ, વીડિયો થયો Viral
ઉઝમા ખાન

  • Share this:
પાકિસ્તાનની અભિનેત્રીના ઘરમાં 12 બંધૂકધારીઓ અને એક મહિલાએ ઘૂસીને ખરાબ રીતે ધક્કા મુક્કી અને ગાળો ભાંડી. એક્ટ્રેસ અને તેની સાથે હાજર કેટલીક મહિલાઓ ચીસો પાડી રહી હતી. આ વાતનો વીડિયો વાયરલ થતા બહાર આવ્યું કે આ વીડિયો પાકિસ્તાની અભિનેત્રી ઉઝમા ખાન (Uzma Khan)નો છે. આ વીડિયોના આધાર પર એક્ટ્રેસે પોલીસ ફરિયાદ અને એફઆઇઆર નોંધાવી છે. સાથે જ તેની અને તેની બહેનનો મેડિકલ ટેસ્ટ કરવાની પણ માંગ કરી છે. અભિનેત્રીનો આરોપ છે કે તેની પર આ મહિલાએ હુમલો કર્યો ત્યારે 12 ગનમેન તેની સાથે હતા અને તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી છે.

ઉઝમા ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ધ ડૉનની રિપોર્ટ મુજબ કહેવાય છે કે આ મહિલા પાકિસ્તાનના જાણીતા બિઝનેસમેનની દીકરીઓ છે. તેણે ટ્વિટર પર આ વીડિયો વાયરલ થયા પછી કહ્યું કે મને ક્ષોભમાં મૂકવામાં આવી. મારું શોષણ કરવામાં આવ્યું. મને 3 દિવસથી મારવાની ધમકી પણ મળી રહી છે. મને લાગે છે કે મારી પાસે હવે ખોવા માટે કંઇ બચ્યું નથી. મેં પાકિસ્તાનના સૌથી મજબૂત લોકો સામે લડવાનો નિર્ણય કર્યો છે. અને પાછા ફરીને જોવાનો મારી પાસે કોઇ રસ્તો નથી. કાંતો મને મારી નાંખવામાં આવશે કાં તો મને હવે ન્યાય મળશે.


આ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ઉઝમા સાથે મારપીટના આ વીડિયોમાં એક જ મહિલા તેમની પર ગુસ્સાથી લડાઇ રહી હતી. અને ઉઝમાનો કોઇ ઉસ્માન સાથે અફેર છે. જેના કારણે આ મહિલાની સાથે આવેલા ગાર્ડ્સ અભિનેત્રીને ખોટી રીતે અડી રહ્યા હતા અને તેમની પર કાચ અન જૂતા ફેંકી રહ્યા હતા.


ઉઝમાના વીડિયો અને સ્ટેટમેન્ટ પછી એક મહિલાનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જે પોતાને ઉસ્માનની પત્ની ગણાવી રહી છે. તેનું કહેવું છે કે તેનો બિઝનેસમેન ફેમીલીથી કોઇ સંબંધ નથી. પણ આ અભિનેત્રીના કારણે તેના 13 વર્ષના લગ્ન તૂટી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે મારું એક બાળક પણ છે. અને લાંબા સમયથી આ અભિનેત્રીને અપ્રોચ કરવાનો પ્રયાસ કરું છું. હું મારા લગ્ન બચાવવા માંગુ છું. આ મહિલાના કહેવા મુજબ જે ઘરમાં ઉઝમા રહે છે તે તેનું પોતાનું છે અને માટે તે ત્યાં જઇ શકે છે.
First published: May 28, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading