ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ હોય કે હોલિવૂડ એક તરફ જ્યાં સુપરસ્ટાર્સ જાનવરોને ખુબજ પ્રેમ કરે છે ત્યાં બીજી તરફ એક એક્ટ્રેસ સાતે એવું ઘટ્યું કે તેણે તેનો વીડિયો લઇને પોતાનાં સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. આ વીડિયો હાલમાં ખુબજ
ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અમે વાત કરી રહ્યાં છે. એક્ટ્રેસ સૌંદર્યા શર્માની. શુક્રવારે એટલે કે ગઇ કાલે એક વાંદરો તેનાં ઘરમાં ઘુસી ગયો હતો. જેનો વીડિયો એક્ટ્રેસે તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
એક્ટ્રેસ સૌંદર્યાનાં ઘરમાં તેનાં રૂમમાં અચાનક જ વાંદરો ઘુસી ગયો અને તેણે ખુબજ ઉત્પાત મચાવી દીધો. તેણે આખા રૂમની દરેક વસ્તુઓ વેર વિખેર કરી નાખી. એક્ટ્રેસે આ આખી ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો છે. અને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કરી લીધો છે જે આ વીડિયોમાં સ્પષ્ટ નજર આવે છે.
એક્ટ્રેસે વીડિયો શેર કરતાં લખ્યુ છે કે, #ઠગ લાઇફ.. તે સવાર સવારમાં એકદમજ રૂમમાં આવી ગયો. અને સવારનો નાશ્તો કર્યા વગર જવાનો ઇન્કાર કરી રહ્યો હતો... નાશ્તો કર્યા બાદ તે મારા બેડ પર આરામથી સુઇ ગયો.
તો પોતાની બોલ્ડ તસવીરોને લઇને ઘણી વખત ચર્ચામાં રેહનારી સૌંદર્યા, વર્ષ 2017માં ફિલ્મ 'રાંચી ડાયરીઝ'માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અનુપમ ખૈર, હિમાંશ કોહલી અને જિમી શેરગિલ જેવા સ્ટાર્સ પણ છે.