MG હેક્ટરે 'બચપન કા પ્યાર' ફેમ સહદેવ દિરદોને નથી આપી 23 લાખની કાર! જાણો શું છે હકીકત

આ બાળકે ગાયેસ બચપન કા પ્યાર સોન્ગ જોરદાર વાયપલ થયું હતું.

સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ (Virul) થયેલા સ્કૂલના બાળકનું ગીત 'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' (Bachpan Ka Pyaar mera bhool nahi jana re) ખૂબ જ વાયરલ થયું છે. આ ગીત બે વર્ષ પહેલા છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી સહદેવ દીરદો (Sahdev Dirdo)એ ગાયું હતું.

  • Share this:
    મુંબઈ : સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ (Virul) થયેલા સ્કૂલના બાળકનું ગીત 'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે' (Bachpan Ka Pyaar mera bhool nahi jana re) ખૂબ જ વાયરલ થયું છે. આ ગીત બે વર્ષ પહેલા છત્તીસગઢના સુકમા જિલ્લાના રહેવાસી સહદેવ દીરદો (Sahdev Dirdo)એ ગાયું હતું. જ્યારે સહદેવે આ ગીત ગાયું, ત્યારે તે માત્ર 10 વર્ષનો હતો.

    આ ગીતને લઈને સહદેવ સોશ્યલ મીડિયા સ્ટાર બની ગયો છે. તેના ઘણા વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે MG Hectorએ સહદેવને 23 લાખની કાર ભેટ આપી છે. ત્યારે સહદેવને કાર ભેટ આપતો આ વિડીયો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે, સહદેવ MG ZS EV ફેસલિફ્ટ કાર પાસે ઉભો છે. MG હેક્ટરના બ્રાન્ચ મેનેજર તેનું સન્માન કરતા જોવા મળે છે. ત્યાર બાદ વિડીયોમાં એક સેલ્સ ગર્લ હાથમાં મોટી કારની ચાવી લઈને ઉભી છે. જેના કારણે લોકોએ અનુમાન લગાવ્યું કે આ કાર સહદેવ દીરદોને ભેટમાં આપવામાં આવી છે.






    આ પણ વાંચો: Bigg Boss OTT: બિગ બોસ હાઉસમાં કૂકર ફાટવાંથી મચી અફરા-તફરી, PHOTOS VIRAL

    અત્રે ઉલ્લેખનીય છે કે, એમજી હેક્ટરે સહદેવને કોઈ કાર ભેટ તરીકે નથી આપી. જોકે, કંપનીએ સહદેવને એક ચેક આપ્યો છે. MG હેક્ટરના બ્રાંચ મેનેજરે સહદેવનું સન્માન કર્યું છે અને તેને 21 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે. ત્યાર બાદ કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે સહદેવને કાર આપવામાં નથી આવી, પરંતુ તેને 21 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. આ વિડીયો શેર થયાને માત્ર 2 દિવસ થયા છે અને તેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, સહદેવે ગયેલું આ ગીત 2 વર્ષ જૂનું છે. સહદેવે તેની શાળામાં આ ગીત ગાયું હતું. આ દરમિયાન સહદેવના શિક્ષકે તેનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં આ ગીત લોકોના મોઢે ચડી ગયું હતું.
    Published by:kuldipsinh barot
    First published: