મંદિરા બેદી ફરી બનવા જઇ રહી છે મમ્મી! બેબી બમ્પ સાથેની તસવીર થઇ રહી છે VIRAL

મંદિરા બેદી ફરી બનવા જઇ રહી છે મમ્મી! બેબી બમ્પ સાથેની તસવીર થઇ રહી છે VIRAL
@mandirabedi/Instagram

મંદિરા બેદી (Mandira Bedi)ની આ તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે જે અંગે તે ચર્ચામાં છે. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ તસવીર જોયા બાદ લોકો કયાસ લગાવી રહ્યાં છે કે શું 49 વર્ષે ફરી એક્ટ્રેસ (Mandira Bedi Pregnancy) મા બનવા જઇ રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તેની ફિટનેસથી નાની નાની એક્ટ્રેસની છુટ્ટી કરવાની છે. ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi) ઘણાં ટીવી શો અને ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. 49 વર્ષની મંદિરા તેની ફિટનેસ માટે તો ચર્ચામાં છે. પણ હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે. જે કારણે તે ચર્ચામાં છે. બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવે છે. આ તસવીર જોયા બાદ લોકો વિચારી રહ્યાં છે કે, શું 49ની ઉંમરમાં એક્ટ્રેસ (Mandira Bedi Pregnancy) ફરી મા બનવાં જઇ રહી છે.

  મંદિરા બેદી (Mandira Bedi) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનાં બેબાક નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી મંદિરાએ હાલમાં જ એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહી છે. આ તસવીર વર્ષ 2011ની છે. જ્યારે તે મા બનવાની હતી. તસવીરમાં મંદિરા બેબી બમ્પ ફ્લોન્ટ (Mandira Bedi Pregnancy Days) કરતી નજર આવે છે.  આશરે 10 વર્ષ પહેલાં જૂની તસવીર શેર કરતાં તેણે તેની ફર્સ્ટ પ્રેગ્નેન્સીનાં દિવસો યાદ કર્યા છે. તસવીરમાં તેણે ચહેરા પર મા બનવાની ખુશી નજર આવી રહી છે. જેણે તસવીર શેર રતાં કેપ્શનમાં લખ્યું કે, 'થ્રોબેક ટૂ માય બેસ્ટ પ્રોડક્શન! આ સમય સુધી જ્યાં હોસ્પિટલમાં હોવું પણ સારી વાત છે. જ્યારે #bunintheoven સમય હતો.'

  @mandirabedi/Instagram


  થ્રોબેક મંદિરા બેદીની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ છે. લોકો સુંદર સુંદર કમેન્ટ કરી રહ્યાં છે. આ તસવીર પર રિએક્ટ કરી રહ્યાં છે.

  મંદિરા બેદી તેની ટોન્ડ બોડીને મેઇન્ટેન રાખવા માટે હાર્ડ વર્કઆઉટ અને ડાયટ રૂટિન ફોલો કરે છે. એક્ટ્રેસ એક ટીનએજર બાળકની માતા છે. પણ તેને ફ્લેટ બેલી અને પરફેક્ટ બોડી જોઇ આપ જરાં પણ અંદાજો નહીં લગાવી શકો.

  મંદિરાએ ડિલીવરી બાદ સારું ડાયટ અને એક્સરસાઇઝની મદદથી 22 કિલો વજન ઓછું કર્યું હતું. આફ આ વાતથી અંદાજો લગાવી શકો છો કે, આપનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તેણે દીકરા વીરને સી સેક્શનથી જન્મ આપ્યો હતો અને 6 મહિનાની અંદર જ તેનું વજન 54 કિલો સુધી પહોચી ગયુ હતું. ડિલીવરી બાદ મંદિરાએ તેનું વધેલું વજન ઘટાડી લીધુ હતું. અને તેની સાઇઝ 26 ઇંચ થઇ ગયુ હતું
  Published by:Margi Pandya
  First published:June 04, 2021, 12:52 IST

  ટૉપ ન્યૂઝ